ભારતીય બેટિંગ લાઇન વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ જેવા દિગ્ગજોથી સજ્જ છે. આમ છતાં તે બુધવારે હેડિંગ્લે મેદાનમાં ઇંગ્લેન્ડ (England Cricket Team) ના બોલરો સામે ઝૂકી ગઇ. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ભારત (Indian Cricket Team) ને માત્ર 78 રન પર સમેટી દીધું હતું. જોવામાં આવે તો ભારતીય મિડલ ઓર્ડર છેલ્લી બે મેચમાં સંઘર્ષ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યુ છે.
લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં રોહિત અને રાહુલે શાનદાર રમત રમી હતી પરંતુ કોહલી, રહાણે અને પુજારાના બેટ વધુ રન બનાવી શક્યા નથી. જેના થી જ ટીમ પણ મુશ્કેલીમાં મુકાઇ રહી છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમના હિસ્સો રહેલા મદન લાલનું (Madan Lal) માનવું છે કે, કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને મિડલ ઓર્ડરે પોતાનું ફોર્મ પાછું મેળવવાનો માર્ગ શોધવો જોઈએ.
મદન લાલ ટીમની બેટિંગથી ખુશ નથી. તેમણે કહ્યું કે કેપ્ટને ઇંગ્લીશ વાતાવરણમાં ઝડપથી રન બનાવવાની જરૂર છે. સાથે જ તે માને છે કે, કોહલીએ ટોસ જીત્યા પછી એક તક લીધી અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, જ્યારે તેણે બોલિંગ કરવાનું પસંદ કરવું જોઈએ.
મદન લાલે મીડિયા રિપોર્ટમાંકહ્યું, જો તમે લીડ્ઝમાં વાતાવરણ જુઓ તો, ઇતિહાસ બતાવે છે કે વહેલી સવારની સીઝનમાં વિકેટ જલ્દી પડે છે. કોહલીએ કદાચ એક તક લીધી કારણ કે, ઇંગ્લેન્ડે છેલ્લી મેચમાં ઘણા રન બનાવ્યા ન હતા અને તમે એમ કહી શકતા નથી કે તમે ટોસને કારણે હારી જશો. તમારો મિડલ ઓર્ડર રન બનાવતો નથી. કારણ કે મુખ્ય બેટ્સમેન કોહલી રન બનાવી રહ્યો નથી અને આપણે આશા રાખીએ કે તે રન બનાવશે.
મદન લાલ માને છે કે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરવું એ યોગ્ય નિર્ણય હોત. કારણ કે વાતાવરણ ઝડપી બોલરોની ફેવરમાં હતું અને અંગ્રેજી બોલરોએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. મદન લાલે કહ્યું કે, મને લાગે છે કે ઇંગ્લેન્ડે ખૂબ સારી બોલિંગ કરી હતી. મેચમાં હજુ સમય બાકી છે. લીડ્ઝ (Leeds Test) માં, કેપ્ટન સામાન્ય રીતે ટોસ જીતે છે અને બોલિંગ લે છે કારણ કે, બોલ આવી પિચો પર શરૂઆતમાં ઘણો સ્વિંગ કરે છે.
આગળ કહ્યુ, તમે કહી શકો છો કે કદાચ ભારતને વાતાવરણની ગેરસમજ થઈ હશે પરંતુ હજુ દિવસ બાકી છે અને અંતે મિડલ ઓર્ડરે જવાબદારી લેવી પડશે અને જો તમે શ્રેણી જીતવી હોય તો તેમણે સ્કોર કરવો પડશે.