IND vs ENG: ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન સામે ટીમ ઈન્ડીયાના દિગ્ગજોનો દમ નિકળી ગયો

|

Aug 25, 2021 | 7:52 PM

India vs England: ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટોપ ઓર્ડરે ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. કેએલ રાહુલ અને વિરાટ કોહલી કોઈ ટકી શક્યુ નહીં.

IND vs ENG: ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન સામે ટીમ ઈન્ડીયાના દિગ્ગજોનો દમ નિકળી ગયો
James Anderson Virat Kohli

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જેમ્સ એન્ડરસન (James Anderson)ની સામે ભારતનો ટોપ ઓર્ડર તૂટી ગયો હતો. કેએલ રાહુલ (KL Rahul) ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો, ત્યારબાદ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ એક રન બનાવ્યો. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ લાંબો સમય ટકી શક્યો ન હતો અને સાત રન કર્યા બાદ આઉટ થયો હતો.

 

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

 

પરંતુ આ દરમિયાન સૌથી વધુ ચર્ચા પુજારાના આઉટ થયા બાદ થઈ હતી. લોર્ડ્સ ટેસ્ટની બીજી ઈનિંગ સિવાય ઈંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં તે અત્યાર સુધી નિષ્ફળ રહ્યો છે. લીડ્સ ખાતે ત્રીજી ટેસ્ટમાં પણ તેની આવી જ સ્થિતિ હતી. જેમ્સ એન્ડરસને તેને આઉટ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

 

 

ભારતીય ટેસ્ટ ટીમના નંબર ત્રણ બેટ્સમેન ચેતેશ્વર પુજારા 10મી વખત એન્ડરસનનો શિકાર બન્યો હતો. વિશ્વનો બીજો કોઈ બોલર પુજારાને આ ઈંગ્લિશ બોલરથી વધુ વખત આઉટ કરી શક્યો નથી. પુજારાને વર્તમાન શ્રેણીની ચાર ઈનિંગ્સમાંથી ત્રણમાં એન્ડરસને આઉટ કર્યો હતો. તે લોર્ડ્સ ટેસ્ટની બીજી ઈનિંગમાં માર્ક વુડનો શિકાર બન્યો હતો.

 

એન્ડરસને પુજારાને 10 વખત ટેસ્ટમાં આઉટ કર્યો છે. ભારતીય બેટ્સમેન કરતાં વધુ તેણે માત્ર ઓસ્ટ્રેલિયાના પીટર સિડલનો શિકાર કર્યો છે. સિડલને ટેસ્ટ ક્રિકેટમાં 11 વખત એન્ડરસને આઉટ કર્યો હતો. જે ઓસ્ટ્રેલિયન ખેલાડી લોઅર ઓર્ડર બેટ્સમેન રહ્યો છે, જ્યારે પૂજારા ટોપ ઓર્ડર બેટ્સમેન છે. આવી સ્થિતિમાં એન્ડરસન માટે પુજારાને 10 વખત આઉટ કરવો એ મોટી વાત છે.

 

દિગ્ગજોનો શિકાર કરે છે એન્ડરસન

સિડલ અને પૂજારા સિવાય જેમ્સ એન્ડરસને સચિન તેંડુલકર, માઈકલ ક્લાર્ક, ડેવિડ વોર્નર અને અઝહર અલીને ટેસ્ટ ક્રિકેટમાં નવ -નવ વખત આઉટ કર્યા છે. પૂજારાને એન્ડરસન ઉપરાંત ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​નાથન લિયોને પણ 10 વખત આઉટ કર્યો છે. આ સિવાય પેટ કમિન્સે પૂજારાને સાત વખત, જોશ હેઝલવુડે છ અને ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટને પાંચ વખત આઉટ કર્યા છે.

 

39 વર્ષીય જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેની પાસે 165 ટેસ્ટ મેચમાં 629 વિકેટ છે. તે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ રમનાર ક્રિકેટર પણ છે. તેણે ભારત સામે લોર્ડ્સ ટેસ્ટમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ પણ લીધી હતી. તેણે ટેસ્ટમાં કુલ 31 વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ લેવાનો કમાલ કર્યો છે.

 

આ પણ વાંચોઃ Maharashtra: નારાયણ રાણેને બોમ્બે હાઈકોર્ટમાંથી મળી રાહત, નાસિક પોલીસને કાર્યવાહી કરતા અટકાવ્યા, આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે

આ પણ વાંચોઃ Madhuri Dixit બ્લૂ લહેંગામાં લાગી ખુબ જ સ્ટનિંગ, બોલ્ડ લૂક ચાહકોને કરી રહ્યો છે પ્રભાવિત

Next Article