IND vs ENG : ગૌતમ ગંભીરનો ઈંગ્લેન્ડમાં થયો ઝઘડો, અંતિમ ટેસ્ટ પહેલા મચી ગયો હોબાળો, જુઓ Video

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો લંડનમાં ઝઘડો થયો હતો. લંડનના કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફ અને ગૌતમ ગંભીર વચ્ચેના ઉગ્ર બોલાચાલી થઈ હતી. મેચના ત્રણ દિવસ પહેલા આ ઘટના બની હતી. એવામાં હવે પાંચમી ટેસ્ટ પહેલા બંને ટીમ વચ્ચે મુકાબલાનો રોમાંચ વધી ગયો છે.

IND vs ENG : ગૌતમ ગંભીરનો ઈંગ્લેન્ડમાં થયો ઝઘડો, અંતિમ ટેસ્ટ પહેલા મચી ગયો હોબાળો, જુઓ Video
Gautam Gambhir
Image Credit source: PTI
| Updated on: Jul 29, 2025 | 4:42 PM

પાંચમી ટેસ્ટ પહેલા ગૌતમ ગંભીર અને ઓવલના ગ્રાઉન્ડ સ્ટાફ વચ્ચે બોલાચાલી થઈ હતી. રિપોર્ટ અનુસાર, બંને વચ્ચે મામલો એટલો વધી ગયો કે તે અન્ય લોકોએ વચ્ચે પડી મામલો શાંત કર્યો હતો. ટીમ ઈન્ડિયા 28 જુલાઈના રોજ માન્ચેસ્ટરથી લંડન પહોંચી હતી, જ્યાં પહેલું પ્રેક્ટિસ સેશન મંગળવારે એટલે કે 29 જુલાઈના રોજ હતું. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના હેડ કોચ પ્રેક્ટિસ સુવિધાઓથી નાખુશ હતો.

ગંભીર અને ઓવલ ગ્રાઉન્ડ સ્ટાફ વચ્ચે ઝઘડો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. પરંતુ આ મેચ પહેલા એક હોબાળાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. ગૌતમ ગંભીર અને ઓવલના ગ્રાઉન્ડ સ્ટાફ વચ્ચેના ઝઘડાએ આ શ્રેણીનું વાતાવરણ વધુ ગરમ કરી દીધું છે. ખરેખર, ગંભીર ભારતીય ટીમને આપવામાં આવતી સુવિધાઓથી નાખુશ હોવાનું કહેવાય છે. ત્યારબાદ તેણે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વાત કરી. પરંતુ વાતચીત એક મોટા વિવાદમાં ફેરવાઈ ગઈ. ગંભીર વારંવાર ગ્રાઉન્ડ સ્ટાફ પર આંગળી ચીંધતો અને બૂમો પાડતો જોવા મળ્યો હતો.

 

ભારતીય સપોર્ટ સ્ટાફે બંનેને અલગ કર્યા

અહેવાલો અનુસાર, દલીલ દરમિયાન, ઓવલ ગ્રાઉન્ડ સ્ટાફે ગૌતમ ગંભીર સામે ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી. જેના પછી ગંભીર વધુ ગુસ્સે થયો, તેણે બૂમ પાડીને જવાબ આપ્યો, ‘તમે જેને ઈચ્છો તેને જઈને રિપોર્ટ કરી શકો છો, પરંતુ તમે અમને શું કરવું તે કહી શકતા નથી.’ ત્યારબાદ પરિસ્થિતિ તંગ બની ગઈ અને બેટિંગ કોચ સિતાંશુ કોટક અને બાકીના ભારતીય સપોર્ટ સ્ટાફે બંનેને અલગ કરવા પડ્યા.

ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ મેચ

ઈંગ્લેન્ડ સામેની આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં 1-2 થી પાછળ છે, તેથી શ્રેણીને ડ્રો પર સમાપ્ત કરવા માટે તેમને કોઈપણ કિંમતે આ મેચ જીતવી પડશે. જો મેચ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા શ્રેણી હારી જશે. સારી વાત એ છે કે જ્યારે ટીમ ઈન્ડિયાએ છેલ્લા પ્રવાસ પર કેનિંગ્ટન ઓવલ ખાતે ટેસ્ટ મેચ રમી હતી, ત્યારે તે જીતી હતી.

આ પણ વાંચો: IND vs ENG : ટીમ ઈન્ડિયામાંથી 4 ખેલાડીઓ થશે બહાર, ઓવલ ટેસ્ટમાં આવી હશે ભારતની પ્લેઈંગ-11 !

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:35 pm, Tue, 29 July 25