IND vs ENG: બે મહિને પત્નીને રુબરુ જોતા જ ખુશીથી નાચી ઉઠ્યો સૂર્યકુમાર યાદવ, લંડનના રસ્તા પર જ નાચવા લાગ્યો, જુઓ વીડિયો

|

Aug 20, 2021 | 9:50 PM

ભારતીય ક્રિકેટર સૂર્ય કુમાર યાદવ (Surya Kumar Yadav) હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં ટીમ ઈન્ડીયા 5 ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. જે પહેલા સૂર્યકુમાર શ્રીલંકા પ્રવાસે હતો.

IND vs ENG: બે મહિને પત્નીને રુબરુ જોતા જ ખુશીથી નાચી ઉઠ્યો સૂર્યકુમાર યાદવ, લંડનના રસ્તા પર જ નાચવા લાગ્યો, જુઓ વીડિયો
Suryakumar Yadav

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલના દિવસોમાં ઈંગ્લેન્ડમાં છે. જ્યાં તે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. પ્રથમ ટેસ્ટ ડ્રો થયા બાદ ભારતે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં જીત મેળવી. આ જીત બાદ તાજેતરમાં જ ટીમમાં જોડાયેલા સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav)ને પણ ખાસ ભેટ મળી. આખરે 65 દિવસ પછી સૂર્યકુમાર તેની પત્ની દેવીશા શેટ્ટીને મળ્યો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા શુભમન ગીલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાન ઈજાગ્રસ્ત થયા બાદ રિપ્લેસમેન્ટના રુપમાં સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શો 3 ઓગસ્ટે યૂનાઈટેડ કિંગ્ડમ પહોંચ્યા હતા. સૂર્ય કુમાર આ પહેલા શ્રીલંકામાં હતો. જ્યા તેની પત્ની તેની સાથે નહોતી.

 

65 દિવસે દેવિશાને જોઈ

સૂર્ય કુમાર 65 દિવસ બાદ તેની પત્નીને મળ્યો. ત્યારબાદ બંને લંડનના રસ્તા પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સૂર્યકુમાર યાદવે ખુદ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કર્યો છે. સૂર્યકુમાર યાદવે શેર કરેલા વીડિયોમાં તે દેવીશા સાથે લંડનના રસ્તાઓ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેણે વીડિયોમાં લખ્યું કે ’65 દિવસ પછી જ્યારે તમે તેને જુઓ છો, ત્યારે લંડનના રસ્તા પર દેવીશા સાથે ડાન્સ.’ લોકોને આ વીડિયો ખૂબ પસંદ પડ્યો છે. કેટલાક ફેન્સે પણ આ કપલના ડાન્સની પ્રશંસા કરી છે.

 

ભારતની લોર્ડઝ ટેસ્ટમાં શાનદાર જીત

ભારતે બીજી ટેસ્ટ મેચ લોર્ડઝ ટેસ્ટને જીતી લીધી છે. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટથી શરુ થનારી છે. લોર્ડઝમાં ટીમ ઈન્ડિયાની આ ત્રીજી ટેસ્ટ જીત હતી. બુમરાહ અને શામીએ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં નવમી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી.

 

 

જેના આધારે ભારતે મેચના પાંચમા અને અંતિમ દિવસે ઈંગ્લેન્ડ સામે 60 ઓવરમાં 272 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. મોહમ્મદ સિરાજે 32 રન આપી 4 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહે 33 રન આપીને 3 વિકેટ મેળવી હતી. ઈશાંત શર્માએ 13 રન આપી 2 વિકેટ અને મોહમ્મદ શામીએ 13 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ઈંગ્લિશ ટીમને 52મી ઓવરમાં 120 રન સ્કોર પર જ ઓલ આઉટ કરી દીધી હતી.

 

 

આ પણ વાંચોઃ IND vs ENG: ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન ટીમ પર બગડ્યો, ઈંગ્લીશ ખેલાડીઓને મન મૂકીને સંભળાવી, ટીમ ઈન્ડીયા માટે કહ્યું આમ

આ પણ વાંચોઃ Cricket : રાહુલ દ્રાવિડના આ નિર્ણયનું પાકિસ્તાનથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી સ્વાગત કરાયું, જાણો શા માટે ?

Next Article