IND Vs ENG: સ્વિંગ બોલનો સામનો કરી રોહિત શર્મા ઇંગ્લેંડમાં કેટલા શતક લગાવશે, સુનીલ ગાવાસ્કરે કરી આગાહી

|

Jun 17, 2021 | 5:47 PM

સાઉથમ્પ્ટનમા રમાનારી ફાઇનલ મેચ અને ઇંગ્લેંડ (England) સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત ની રમત પર નજર રહેશે. જ્યાં સ્વિંગ લેતા બોલનો તેણે સામનો કરવો પડશે. આમ WTC ફાઇનલ પહેલા સુનીલ ગાવાસ્કર (Sunil Gavaskar) નુ માનવુ છે કે, તે ધમાકેદાર સફળ રહેશે.

IND Vs ENG: સ્વિંગ બોલનો સામનો કરી રોહિત શર્મા ઇંગ્લેંડમાં કેટલા શતક લગાવશે, સુનીલ ગાવાસ્કરે કરી આગાહી
Sunil Gavaskar-Rohit Sharma

Follow us on

IND Vs ENG:  વર્ષ 2019 થી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે ઓપનરના સ્વરુપ રોહિત શર્મા (Rohit Sharma) એ રમતની શરુઆત કરી હતી. મર્યાદિત ઓવરની ક્રિકેટમાં અનેક મોટા રેકોર્ડ પોતાના નામે રોહિત શર્મા કરી ચુક્યો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ ઓપનર સ્વરુપે પ્રભાવિત રમત રમી દર્શાવી છે.

સાઉથમ્પ્ટનમા રમાનારી ફાઇનલ મેચ અને ઇંગ્લેંડ (England) સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત ની રમત પર નજર રહેશે. જ્યાં સ્વિંગ લેતા બોલનો તેણે સામનો કરવો પડશે. આમ WTC ફાઇનલ પહેલા સુનીલ ગાવાસ્કર (Sunil Gavaskar) નું માનવુ છે કે તે ધમાકેદાર સફળ રહેશે.

સુનીલ ગાવાસ્કરનુ માનવુ છે કે, રોહિત શર્મા ઇંગ્લેંડમાં શાનદાર રમત રમવામાં સફળ નિવડશે. સાથે  ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝમાં ત્રણ શતક લગાવશે. રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં અનેક વિજેતા ઇનીંગ રમી ચુક્યો છે. સાથે જ તેણે ઇંગ્લેંડ સામેની ભારતમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પણ શાનદાર રમત રમી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મીડિયા રિપોર્ટસનુસાર, ગાવાસ્કરે કહ્યુ હતુ, રોહિત ના કેસમાં પ્રથમ બે ત્રણ ઓવરો મહત્વપૂર્ણ હોય છે. આ ઓવરો દરમ્યાન તેનો ફ્રન્ટ ફુટ બોલની પિચ સુધી નથી પહોંચતો. જોકે કેટલીક ઓવર બાદ તેનો ફ્રન્ટ ફુટ બોલની પિચ સુધી પહોંચવા લાગે છે, ત્યારે તે શાનદાર નજર આવે છે.

ઓસ્ટ્રેલીયામાં તેણે વધારે રન નહોતા બનાવ્યા, જોકે જે પ્રમાણે તે ઝડપી બોલરોની સામે રમી રહ્યો હતો તે લાજવાબ હતો. તે બોલરો 90 માઇલ પ્રતિ કલાકની ઝડપે બોલીંગ કરી રહ્યા હતા. જોકે રોહિત શર્મા જે પ્રમાણે રમી રહ્યો હતો, લાગી રહ્યુ હતુ, કે તે 40 માઇલ પ્રતિ કલાકની સ્પીડ થી બોલ ફેંકી રહ્યો છે. તેની પાસે રમવાનો ખૂબ સમય રહે છે.

ત્રણ શતક લગાવશે રોહિત શર્મા

ગાવાસ્કરે આગાહી કરતા કહ્યુ કે, રોહિત શર્મા ઇંગ્લેંડ સામેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી દરમ્યાન ઓછા ઓછા 3 શતક લગાવશે. તેમણે કહ્યુ કે, તેની બાબત એ છે કે તે હંમેશા એટેક કરતો જોવા મળે છે. તે પોતાના શોટ સિલેકશનને લઇને આઉટ થાય છે. જો તે યોગ્ય રીતે રમે છે, તો તે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઓછામાં ઓછા ત્રણ શતક લગાવશે. રોહિત શર્મા એ અત્યાર સુધી ઇંગ્લેંડમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 34 રન બનાવ્યા છે.

Next Article