AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: વરસાદ વિલન બનતા બીજા દિવસની રમત સમાપ્ત, રાહુલ અને પંત ત્રીજા દિવસની રમત આગળ વધારશે, ભારત 125/4

ભારતીય ટીમ (Team India) ના ઓપનરોએ પ્રથમ સેશનની રમત શાનદાર રમી ભારતનો મજબૂત પાયો રચ્યો હતો. પરંતુ બીજા સેશનમાં એક બાદ એક 4 વિકેટો ગુમાવી દીધી હતી. વરસાદને લઇને બીજા દિવસની રમત વહેલા સમાપ્ત કરાઇ હતી.

IND vs ENG: વરસાદ વિલન બનતા બીજા દિવસની રમત સમાપ્ત, રાહુલ અને પંત ત્રીજા દિવસની રમત આગળ વધારશે, ભારત 125/4
India vs England
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 11:26 PM
Share

ભારત અને ઇંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે રમાઇ રહેલી નોટિંગહામના ટ્રેન્ટ બ્રીઝની મેચમાં ભારતની બીજા દિવસની રમતમાં વરસાદ વિલન બન્યો હતો. ભારતીય ટીમે(Team India) 21 રનના સ્કોર સાથે રમતની શરુઆત કરી હતી. પરંતુ પ્રથમ સેશનમાં આજના દિવસની શરુઆત સારી કરવા બાદ, બીજુ સેશન ઇંગ્લેન્ડના બોલરોના નામે રહ્યુ હતુ. ભારતે બીજા સેશનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 4 વિકેટે 125 રન રહ્યો હતો. કેએલ રાહુલ (KL Rahul) અર્ધશતક સાથે રમતમાં હતો.

ભારતીય ટીમે ગઇકાલ ની રમતને આજે શૂન્ય વિકેટ સાથે આગળ વધારી હતી. ઓપનર રોહિત શર્મા (Rohi Sharma) અને કેએલ રાહુલે, પ્રથમ દિવસના અંતે રહેલી 21 રનની ભાગીદારી રમતને 97 રન સુધી રમી હતી. રોહિત શર્માની વિકેટ સાથે 97 રને બંનેની જોડી તુટી હતી. જોકે ત્યાર બાદ ભારતીય ટોપ ઓર્ડર એક બાદ એક પેવિલીયન ઝડપ થી પરત ફરવા લાગ્યો હતો. 104 રનના સ્કોર પર ચેતેશ્વર પુજારાએ વિકેટ ગુમાવી હતી. તેણે 16 બોલમાં 4 રન જ નોંધાવ્યા હતા.

પુજારાના આગળના બોલે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ક્રિઝ પર આવવા સાથે જ શૂન્ય રને, એન્ડરસનનો શિકાર બન્યો હતો. 112 રનના સ્કોર પર અજીંક્ય રહાણે ની વિકેટ રન આઉટ સાથે ગુમાવી હતી. રહાણેએ 5 બોલમાં 5 રન કર્યા હતા. બીજુ સેશન ભારતીય બેટ્સમેનો માટે ભારે રહ્યુ હતુ. 97 રન સ્કોર થી 112 રનના સ્કોર દરમ્યાનના 15 રનમાં જ ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. આમ ટીમ એકાએક દબાણમાં આવી હતી. ત્યારે વરસાદે ભારતની મુશ્કેલ ઘડીને થંભાવી દીધી હતી.

કેએલ રાહુલે બીજા દિવસની રમત દરમ્યાન ટેસ્ટ અર્ધશતક પુર્ણ કર્યુ હતુ. તે 151 બોલમાં 57 રન સાથે રમતમાં છે. જ્યારે ઋષભ પંત 8 બોલમાં 7 રન કરીને રમતમાં જારી રહ્યો છે. રોહિત શર્મા એ 107 બોલ રમીને 36 રન કરી વિકેટ ગુમાવી હતી. રાહુલ ત્રીજા દિવસની રમતને આગળ વધારવા સાથે મોટી ઇનીંગ રમે તેવી આશા સેવાઇ રહી છે.

બીજા સેશનમાં માત્ર 3 બોલની રમત જ રમાઇ

જોકે બીજા સેશનના અંતિમ સમયે અપૂરતા પ્રકાશને લઇને મેચ રોકી દેવાઇ હતી. આ દરમ્યાન વરસાદ વરસતા બીજુ સેશન સમાપ્ત જાહેર કરાયુ હતુ. વરસાદ રોકાઇ જતા મેચ ટી બ્રેક બાદ ફરી શરુ કરાઇ હતી. આ દરમ્યાન 1 જ બોલ ની રમત રમી, ત્યાં વરસાદ વરસવાને લઇ ફરી મેચ રોકી દેવાઇ હતી. લાંબા વિરામ બાદ મેચને ફરી થી શરુ કરવાનો નિર્ણય અંપાયરોએ લીધો હતો. પરંતુ 2 બોલની રમત વધુ આગળ વધવા બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને મેચ રોકાઇ ગઇ હતી.

ત્રીજા દિવસની રમત શરુ કરાશે હવે

ત્રીજી વાર વરસાદને લઇ મેચ રોકાયા બાદ ફરી થી શરુ થઇ શકી નહોતી. વરસાદ જલ્દી નહી રોકાતા આખરે બીજા દિવસની રમતને સમાપ્ત કરી દેવાની ઘોષણા કરવામાં આવી હતી. રમતને હવે ત્રીજા દિવસે આગળ વધારવામાં આવશે. આમ બીજા દિવસની રમતના અંતે ભારત નો સ્કોર 125 રન 4 વિકેટે રહ્યો હતો. જ્યારે ભારતીય ટીમની બેટીંગ ઇનીંગ આ દરમ્યાન 46.4 ઓવરની રહી હતી. જેમ્સ એન્ડરસને (James Anderson) 2 વિકેટ અને ઓલી રોબિન્સને 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ Tokyo Olympics: પંજાબ સરકાર ફિદા, મેડલ જીતનારી ઐતિહાસીક ટીમમાં સામેલ ખેલાડીઓને આપશે 1-1 કરોડ

આ પણ વાંચોઃ Tokyo olympics : રવિ દહિયા ના દમથી ભારતને મળ્યો સિલ્વર મેડલ, ભારતના ખાતમાં 2 સિલ્વર મેડલ થયા

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">