ENG vs IND: રોહિત શર્મા નહીં રમે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ, આ દિગ્ગજને મળી કેપ્ટનશીપ

|

Jun 29, 2022 | 6:20 PM

Cricket : ભારત vs ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે પાંચમી પુનઃ નિર્ધારિત ટેસ્ટ 01 જુલાઈથી એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે. રોહિત શર્મા (Rohit Sharma) કોરોના સંક્રમિત થતા તે પાંચમી ટેસ્ટ મેચમાં નહીં રમી શકે.

ENG vs IND: રોહિત શર્મા નહીં રમે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ, આ દિગ્ગજને મળી કેપ્ટનશીપ
Rohit Sharma (File Photo)

Follow us on

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા (Team India) ને મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનામાંથી સાજા થઈ રહેલા રોહિત શર્મા (Rohit Sharma) પાંચમી ટેસ્ટમાં નહીં રમે. તેના સ્થાને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને સુકાનીપદ સોંપવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા કોવિડ 19 પોઝિટિવ થયો હતો અને હાલમાં આઈસોલેશનમાં છે. ટીમ ઈન્ડિયાએ આજે ​​એજબેસ્ટન ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. પરંતુ સુકાની રોહિત શર્માએ તેમાં ભાગ લીધો ન હતો. આ ટેસ્ટ વર્ષ 2021 માં કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવી હતી. હાલમાં ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1 થી આગળ છે. પરંતુ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની ક્લીન સ્વીપ બાદ ઈંગ્લેન્ડનો ઉત્સાહ ઉંચો છે.

આ પણ વાંચો

ખેલાડીઓએ પ્રેક્ટિસમાં પરસેવો પાડ્યો

ભારતીય ટીમ (Team India) કોઈપણ ભોગે શ્રેણી ની છેલ્લી ટેસ્ટ જીતવા માંગે છે. આવી સ્થિતિમાં ટીમના તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ દરમ્યાન પરસેવો પાળી રહ્યા છે. ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન રુષભ પંત (Rishabh Pant) એ પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે ભારતીય ખેલાડીઓ મેદાનમાં છે. તો ભારતીય ટીમની પ્રેક્ટિસના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં રોહિત શર્મા દેખાતો નથી. રોહિત શર્મા (Rohit Sharma) નો રિપોર્ટ કોરોના પોઝિટિવ (Covid-19 Positive) આવ્યો હતો. ત્યારથી તે આઈસોલેશનમાં છે.

 

 

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
એલેક્સ લી, જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સુકાની), બેન ફોક્સ/સેમ બિલિંગ્સ (વિકેટકીપર), મેટી પોટ્સ/જેમી ઓવરટોન, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, જેમ્સ એન્ડરસન.

Next Article