
લંડનના ઐતિહાસિક ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ છેલ્લી મેચ માટે, ભારતીય ટીમે પ્લેઈંગ 11 માં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે અને નવા વાઈસ કેપ્ટનની પણ જાહેરાત કરી છે.
વાસ્તવમાં, ભારતીય ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત છે પરંતુ ઈજાને કારણે તે આ મેચમાંથી બહાર છે. આવી સ્થિતિમાં, તેના સ્થાને ભારતીય ટેસ્ટ ટીમના હાલના સૌથી અનુભવી બેટ્સમેનને આ મોટી જવાબદારી મળી છે.
ટીમ મેનેજમેન્ટે આ મેચ માટે કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન બનાવ્યો છે. કેએલ રાહુલને વાઈસ કેપ્ટન બનાવવાનો નિર્ણય તેના અનુભવ અને ફોર્મને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. રાહુલ પાસે કેપ્ટનશીપનો પણ અનુભવ છે. છેલ્લી મેચમાં પણ રાહુલે થોડા સમય માટે મેદાન પર ટીમની કમાન સંભાળી હતી.
Vice Captain KL Rahul After Long Time.#KLRahul #OvalTest pic.twitter.com/LlQnGTjwGi
— ⁰¹ ♛ (@lordKlrahul) July 31, 2025
પંતની ગેરહાજરીમાં, ભારતીય ટીમે પ્લેઈંગ 11 માં કેટલાક નવા ચહેરાઓને તક આપી છે. ધ્રુવ જુરેલને વિકેટકીપર તરીકે પ્લેઈંગ 11 માં સામેલ કરવામાં આવ્યો છે. છેલ્લી બે મેચમાં, જ્યારે રિષભ પંત ઘાયલ થયો હતો, ત્યારે ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારીઓ સંભાળી હતી. ધ્રુવ જુરેલની ઈંગ્લેન્ડમાં આ પહેલી ટેસ્ટ મેચ છે.
આ શ્રેણી કેએલ રાહુલ માટે અત્યાર સુધી ખૂબ સારી રહી છે. ઓપનર તરીકે રમતા, તેણે દરેક મેચમાં રન બનાવ્યા છે. શ્રેણીની પહેલી મેચમાં તેણે 42 અને 137 રન બનાવ્યા હતા. જ્યારે બીજી મેચમાં તેણે 2 અને 55 રન બનાવ્યા હતા. ત્યારબાદ ત્રીજી ટેસ્ટમાં તેણે 100 અને 39 રનની ઈનિંગ્સ રમી હતી. માન્ચેસ્ટર ટેસ્ટમાં પણ તેણે પહેલી ઈનિંગ્સમાં 46 અને છેલ્લી ઈનિંગ્સમાં 90 રન બનાવ્યા હતા. જોકે ઓવેલમાં તે માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો.
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, કરુણ નાયર, કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.
આ પણ વાંચો: IND vs ENG : ટીમ ઈન્ડિયા સતત 15મી વખત હારી, ઓવલમાં પણ નસીબ ન બદલાયું