IND vs ENG: રોહિત શર્મા ન કરી શક્યો એ કામ વિદેશમાં કેએલ રાહુલે કર્યું, ઓપનર તરીકે પોતાની કાબેલિયત સાબિત કરી

|

Aug 07, 2021 | 12:19 PM

કેએલ રાહુલ (KL Rahul) નોટિંગહામ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડીયામાં ઇજાગ્રસ્ત મયંક અગ્રવાલના સ્થાને સામેલ કરવામાં આવ્યો હતો. જોકે સવાલ એ છે કે, શું આ પ્રદર્શનના બાદ બીજી ટેસ્ટ માટે તેની જગ્યા બની રહેશે કે કેમ?

IND vs ENG: રોહિત શર્મા ન કરી શક્યો એ કામ વિદેશમાં કેએલ રાહુલે કર્યું, ઓપનર તરીકે પોતાની કાબેલિયત સાબિત કરી
KL Rahul-Rohit Sharma

Follow us on

નોટિંગહામ (Nottingham) માં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની, પ્રથમ ટેસ્ટના શરૂઆતના હિસ્સામાં ભારતે પ્રભુત્વ જમાવ્યું હતું. ઇંગ્લેન્ડને માત્ર 183 રનમાં આઉટ કર્યા બાદ ભારતે બીજા દાવમાં 278 રન બનાવ્યા હતા અને 95 રનની લીડ મેળવી હતી. ભારતીય ટીમ (Team India) ને અહી સુધી પહોંચાડવામાં સૌથી મોટો ફાળો કેએલ રાહુલ (KL Rahul) નો હતો. જેણે 84 રન બનાવ્યા હતા.

ઓપનર તરીકે આ મેચ માટે ટીમમાં સામેલ કરાયેલ રાહુલ 2 વર્ષ બાદ ટીમમાં પાછો ફર્યો છે. તેણે શાનદાર બેટિંગ કરતી વખતે ટીમની મુશ્કેલ પરિસ્થિતિને સંભાળીને સારી સ્થિતિમાં લઇ આવ્યો હતો.

રાહુલ ભલે સદી ચૂકી ગયો હોય, પરંતુ આ સમય દરમિયાન તેણે એવું કામ કર્યું છે. જે છેલ્લા 6 વર્ષમાં તેના સિવાય ટીમ ઇન્ડિયાનો બીજો કોઈ ઓપનર કરી શક્યો નથી. સામાન્ય રીતે આક્રમક બેટ્સમેન, કેએલ રાહુલ ટેસ્ટમાં ધીરજપૂર્વક બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનું ઉદાહરણ નોટિંગહામમાં રમાયેલી આ ઇનિંગ હતી, જેમાં તેણે 212 બોલમાં 84 રન બનાવ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હવે સૌથી મહત્વની વાત. છેલ્લા 6 વર્ષમાં, ભારતીય ટીમમાં ઘણા જુદા જુદા બેટ્સમેનો એ ઓપનીંગ કરી હતી. પરંતુ તેમાંથી કોઈ પણ બેટ્સમેન વિદેશની ધરતી પર લાંબી ઈનિંગ રમી શક્યો નહીં. માત્ર રાહુલ ક્રિઝ પર ઘરની બહાર લાંબા સમય સુધી ટકી શકવામાં સફળ રહ્યો છે. તે પણ એક કે બે વાર નહીં, પણ 4 વખત સફળ રહ્યો છે.

વિદેશમાં 200 થી વધુ બોલ રમનાર ઓપનર

વિદેશી ધરતી પર ભારતીય ઓપનર બેટ્સમેનો છેલ્લા દાયકામાં ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે. તેને લગતા આંકડા છેલ્લા દિવસોમાં ઘણી વખત જોવા મળ્યા છે. સ્વાભાવિક છે કે, રાહુલને લગતા આ નંબરો ચોક્કસ તમને આશ્ચર્યચકિત કરી દેશે. 2015 થી રાહુલ સિવાય, ટીમ ઇન્ડિયાનો કોઈ ઓપનર વિદેશી ધરતી પર રમાયેલી ટેસ્ટ મેચમાં 200 થી વધુ બોલ રમ્યા નથી.

આ દરમિયાન શિખર ધવન, મુરલી વિજય, મયંક અગ્રવાલ, રોહિત શર્મા અને શુભમન ગિલ જેવા બેટ્સમેનોએ ભારત માટે નિયમિત ઓપનીંગ કરી હતી.

રાહુલ એકમાત્ર બેટ્સમેન છે જેણે 4 અલગ અલગ વખતે આટલી લાંબી ઇનિંગ રમી છે. જેમાં જાન્યુઆરી 2015 માં ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં 110 રન (262 બોલ), જુલાઈ 2016 માં વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગ્સ્ટન ટેસ્ટમાં 158 રન (303 બોલ) અને સપ્ટેમ્બર 2018 માં ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં 149 રન (224 બોલ) નો સમાવેશ થાય છે.

શું તમને આગામી ટેસ્ટમાં સ્થાન મળશે ?

દેખીતી રીતે આ ઇનિંગ સાથે, ફરી એકવાર રાહુલે ટેસ્ટ ટીમની પ્લેઇંગ ઇલેવન માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. ખરાબ ફોર્મના કારણે ઓગસ્ટ 2019 માં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ બાદ રાહુલને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે પછી જ રોહિત શર્માએ ઓપનિંગ રમત શરૂ કરી હતી. જેની સાથે મયંક અગ્રવાલ, પૃથ્વી શો અને શુભમન ગિલની જોડી બનાવાઇ હતી.

હાલમાં ટીમ રોહિત અને ગિલની જોડીને પ્રાથમિકતા આપી રહી હતી, પરંતુ ગિલ ઈજાને કારણે આ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. મયંક અગ્રવાલને ગિલના સ્થાને આ તકન મળવાની હતી. પરંતુ તે પણ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. હવે જોવાનું રહેશે કે મયંકની રિકવરીની સ્થિતિમાં તે બીજી ટેસ્ટમાં વાપસી કરશે કે રાહુલ તેની જગ્યા બચાવી લેશે?

 

આ પણ વાંચો: IND vs ENG: જેમ્સ એન્ડરસનને વિકેટ નહી મળતા વર્તન બદલાયુ, સિરાજ સાથે મેદાન પર બાખડી પડ્યો, જુઓ

આ પણ વાંચો: IND vs ENG: ઇંગ્લેન્ડના બોલરોને અંતિમ વિકેટ માટે નાકે દમ લાવી ધુંઆધાર બેટીંગ કરતા બુમરાહ છવાયો, જુઓ

Next Article