ઈંગ્લેન્ડ (Engand) સામે નોટિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટેઇલેન્ડર્સ એ ઇંગ્લેન્ડના બોલરોને ધોઇ નાંખવાનો મુડ અપનાવ્યો હતો. જે લોઅર ઓર્ડરના બેટ્સમેનો હતા. જેમણે ઈંગ્લેન્ડના બોલરોના પ્રયાસોને નિષ્ફળ બનાવી પ્રથમ ઇનીંગમાં ભારતીય સ્કોર બોર્ડને 278 રન સુધી પહોંચાડ્યો હતો. ટેઇલેન્ડર્સના આ પ્રયાસે ભારતને પ્રથમ દાવમાં 95 રનની નોંધપાત્ર લીડ અપાવી હતી. તે સમયે ઇંગ્લેન્ડને માથાનો દુખાવો પણ વધી ગયો હતો.
ઈંગ્લેન્ડના કેમ્પમાં જેમ્સ એન્ડરસન (James Anderson), સ્ટુઅર્ટ બ્રોડ જેવા દિગ્ગજ બોલરો હતા. આમ છતાં, તે ભારતીય ટેઇલેન્ડર્સ સામે તેમની વધારે ચાલી નહોતી. પરિણામ એ થયુ કે, તે મેદાન પર તેના વર્તન અને હાવભાવને અસર કરવા લાગ્યુ. ઇંગ્લેન્ડના સૌથી અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. પોતાનુ સંતુલન ગુમાવ્યુ હતુ અને ભારતના મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) સાથે ઘર્ષણમાં પડ્યો હતો.
ત્રીજા દિવસે ભારતીય ઇનિંગ્સની અંતિમ ક્ષણોમાં એન્ડરસન માત્ર કેચ પડતો મૂકતો ન જોવા મળ્યો હતો. પરંતુ વિકેટ લેવા જોર લગાવી પ્રયત્ન કરતો જોવા મળ્યો હતો. આ દબાણમાં તેણે મહંમ્મદ સિરાજ સાથે સ્લેજિંગ શરૂ કર્યું હતુ. આ ઘટના ભારતીય ઇનિંગની 84 મી ઓવરમાં બની હતી, જ્યારે એન્ડરસન અને સિરાજ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. પેહલા તો એન્ડરસને સિરાજને ઉશ્કેર્યો. જેનો સિરાજે પણ પલટીને જવાબ આપ્યો હતો.
Mohammed Siraj sledging Jimmy Anderson 😂 #ENGvsIND #Anderson #KLRahul pic.twitter.com/YlnVLPyPxP
— Ashwani Pratap Singh (@Ashwani45singh) August 6, 2021
ઇંગ્લેન્ડ હજુ ભારતના સ્કોરથી દુર
ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે વિના વિકેટે 25 રનનો સ્કોર કર્યો હતો. જ્યારે ભારતીય લીડના આંકને પહોંચવા માટે ઇંગ્લેન્ડ હજુ 70 રન દુર છે. આમ ભારત ત્રીજા દિવસને અંતે મજબૂત સ્થિતીમાં જોવા મળી રહ્યુ છે. ચોથા દિવસે ભારતે દિવસના અંત પહેલા ઇંગ્લેન્ડને સમેટવા પ્રયાસ કરવો પડશે. ભારતીય બોલરોના હાથમાં હવે જીતની ચાવી છે. જે કમાલ હવે બોલરોએ કરી દેખાડવો પડશે.