IND vs ENG: હેડિંગ્લે ટેસ્ટમાં ભારત પર હારનું સંકટ, ઈંગ્લેન્ડે 423 રન કરી 345 રનની લીડ મેળવી, રુટનું શતક, શામીની 3 વિકેટ

|

Aug 26, 2021 | 11:22 PM

India vs England: ભારતીય બેટ્સમેનો પ્રથમ ઈનીંગમાં નિષ્ફળ રહ્યા બાદ હવે બીજા દાવમાં વધુ ભાર સહેવો પડશે. ભારત પર તોળાઈ રહેલા હારના સંકટને ટાળવા રુપ પ્રયાસ કરવો પડશે.

IND vs ENG: હેડિંગ્લે ટેસ્ટમાં ભારત પર હારનું સંકટ, ઈંગ્લેન્ડે 423 રન કરી 345 રનની લીડ મેળવી, રુટનું શતક, શામીની 3 વિકેટ
Joe Root-Dawid Malan

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચનો બીજા દિવસની રમતમાં પણ ભારતીય ચાહકોએ નિરાશ રહેવુ પડ્યુ હતુ. લીડ્ઝ ટેસ્ટ (Leeds Test)માં ઈંગ્લેન્ડના ઓપનરોએ બીજા દિવસની રમતને આગળ વધારી હતી. 135 રનના સ્કોર પર ઈંગ્લેન્ડની ઓપનીંગ ભાગીદારીનો અંત આવ્યો હતો. જો રુટે પણ શાનદાર શતક લગાવ્યુ હતુ. ઈંગ્લેન્ડે 423 રનના સ્કોર સાથે ભારત પર 345 રનની મોટી લીડ ઈંગ્લેન્ડે ખડકી હતી.

 

પ્રથમ દિવસે વિરાટ કોહલી (Virat Kohli)એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ પ્રથમ દિવસની રમતમાં ભારતીય ઈનીંગ પુરા 2 સેશન પણ ચાલી શકી નહોતી. એન્ડરસન અને ઓવર્ટનની બોલીંગ સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમ (Team India)ની પ્રથમ બેટીંગ ઈનીંગ 78 રન પર સમેટાઈ હતી. જ્યારે દિવસના અંતે ઈંગ્લેન્ડની ટીમે 120 રન એક પણ વિકેટ ગુમાવ્યા વગર કર્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

ઈંગ્લીશ ટોપ ઓર્ડર સફળ

ટોપ ઓર્ડરના પ્રથમ ચારેય બેટ્સમેનોએ 50 પ્લસ રન કરવામાં સફળતા મેળવી હતી. રોરી બર્ન્સ અને હસીબ હમિદ બંને ઓપનરો પોતાના અર્ધશતક પ્રથમ દિવસની રમતના અંતે નોંધાવ્યા હતા. રોરી બર્ન્સે 153 બોલમાં 61 રન કર્યા હતા. જ્યારે હસિબે 195 બોલનો સામનો કરીને 68 રન કર્યા હતા. ડેવિડ મલાને 128 બોલની રમત રમીને 70 રન કર્યા હતા. કેપ્ટન જો રુટે 121 રનની શાનદાર રમત રમી હતી.

 

કેપ્ટન રુટે સિરીઝમાં ત્રીજુ શતક જમાવ્યુ હતુ. તેણે ઝડપથી રમત રમી હતી અને આક્રમકતા અપનાવી હતી. રુટના શતકને લઈને ભારત સામે ઈંગ્લેન્ડ વિશાળ લીડનો ભાર સર્જવામાં સફળ રહ્યું હતુ. જોની બેયરિસ્ટોએ 29 રન કર્યા હતા. જોસ બટલરે 7 રન કર્યા હતા. મોઈન અલી 8 રન કરીને આઉટ થયો હતો. કરને 15 રન કર્યા હતા.

ભારતની બોલીંગ ઈનીંગ

મંહમદ શામી ભારત તરફથી સફળ બોલર રહ્યો હતો. તેણે ઈંગ્લીશ ઓપનરોની મજબૂત ભાગીદારી રમતને તોડવાની સફળતા મેળવી હતી. શામીએ 3 વિકેટ મેળવી હતી. રવિન્દ્ર જાડેજાએ પણ આજે બોલીંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 2 મહત્વની વિકેટ ઝડપી હતી. જો રુટની મોટી ઈનીંગને આગળ વધતી અટકાવતી વિકેટ જસપ્રિત બુમરાહે ઝડપી હતી. સિરાજ પણ ડેવિડ મલાનની મહત્વની વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો. તેણે 2 વિકેટ મેળવી હતી.

 

આ પણ વાંચોઃ IND vs ENG: જો રુટની લાગલગાટ ત્રણ ટેસ્ટ મેચમાં ત્રીજી સદી, વર્ષમાં કેપ્ટન રુટની છઠ્ઠી સદી, ખડક્યો રનનો પહાડ

આ પણ વાંચોઃ Leeds Test: હેડિંગ્લેમાં રમાયેલી એક ટેસ્ટ મેચ માત્ર 2 દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ હતી, બીજા જ દિવસે મળ્યુ હાર-જીતનું પરિણામ

Next Article