IND vs ENG: રોહિત શર્માની ઇંગ્લેન્ડમાં રમત જોઇને ફીદા થયો આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ, રોહિત સામે રાખી દીધી પોતાની એક ખ્વાઇશ

|

Aug 30, 2021 | 6:14 AM

રોહિત શર્મા (Rohit Sharma) એ લોર્ડ્સ ટેસ્ટમાં પ્રથમ દાવમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. ત્રીજી ટેસ્ટ મેચમાં પણ તેના દ્વારા શાનદાર ઇનિંગ્સ રહી હતી.

IND vs ENG: રોહિત શર્માની ઇંગ્લેન્ડમાં રમત જોઇને ફીદા થયો આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ, રોહિત સામે રાખી દીધી પોતાની એક ખ્વાઇશ
Rohit Sharma

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણી 1-1 થી બરાબરી પર છે. અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ખાસ કંઇ કર્યું નથી. પરંતુ એક બેટ્સમેન છે જેણે ભારત માટે સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીનું નામ રોહિત શર્મા (Rohit Sharma) છે.

ઓપનર રોહિતે લોર્ડ્સ ખાતે સારી ઇનિંગ રમી હતી અને ત્યારબાદ ત્રીજી ટેસ્ટ મેચમાં પણ તેના બેટથી રન બન્યા હતા. તેની બેટિંગ જોઈને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બોલર બ્રેડ હોગ (Brad Hogg) ખૂબ પ્રભાવિત થયા છે.

રોહિત શર્માએ અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચ બાદ 230 રન બનાવ્યા છે. તે ટીમનો એકમાત્ર બેટ્સમેન છે, જે અત્યાર સુધી એકી અંકમાં આઉટ થયો નથી. હોગે કહ્યું કે રોહિતે તેની બેટિંગમાં ફેરફાર કર્યા છે. જેના કારણે તે ઈંગ્લેન્ડની પરિસ્થિતીમાં તેના બેટથી રન મેળવવામાં સક્ષમ રહ્યો છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

રોહિતે ત્રીજી ટેસ્ટ મેચના બીજા દાવમાં અડધી સદી ફટકારી હતી. જોકે આ મેચમાં ભારત એક ઇનિંગ અને 76 રનથી હારી ગયું હતું.

અવિશ્વસનીય રોહિત

હોગે પોતાના એક વિડીયોમાં કહ્યું, તેણે આ શ્રેણીમાં હજુ સુધી સદી ફટકારી નથી. તેમણે કહ્યું છે કે તેનામાં ક્લાસ છે અને જ્યારે ભારત બહાર રમે છે, ત્યારે તે ટેસ્ટના સ્તરે વધુ પ્રશંસાને પાત્ર છે. મને આશા છે કે તે શ્રેણીને સદી સાથે સમાપ્ત કરશે. કારણ કે તેણે જે રીતે તાલમેલ કર્યો છે, તે ધ્યાનમાં લેતા તે તેના માટે હકદાર છે.

ઋષભ પંત વિશે કહી આ વાત

હોગે, જોકે ઋષભ પંતના ફોર્મ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતુ કે, પંત આ સમયે તેની બેટિંગને લઈને અસમંજસમાં છે. તેમણે કહ્યું, હું ઋષભ પંતને લઈને ચિંતિત છું. કારણ કે આ સમયે ભારતીય ટીમ દબાણમાં છે, તે ઈનિંગને કઈ રીતે આગળ વધારવા માંગે છે તે અંગે અસમંજસમાં છે. મને લાગે છે કે લીડરશીપે તેને તેની પોતાની રમત રમવા દેવી જોઈએ. કારણ કે તેને અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં રક્ષણાત્મક રમતો રમવાનો અનુભવ છે.

આ પણ વાંચોઃ IPL 2021: ધોની હેડ થી તો શ્રેયસ ઐયરે પગે થી કર્યા શાનદાર ગોલ, ખૂબ રમી રહ્યા છે ફુટબોલ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ Tokyo Paralympics: સિલ્વર મેડલ જીત્યા બાદ ભાવિના આ મહાન ખેલાડીને મેડલ બતાવવા ઇચ્છે છે

Next Article