IND vs ENG: લોર્ડઝમાં હાર સહન નથી થતી ઇંગ્લીશ ખેલાડીઓને, વિરાટ કોહલી માટે ઝેર ઓક્યુ આ ખેલાડીએ

|

Aug 19, 2021 | 10:50 AM

ભારતીય ખેલાડીઓ પહેલા નોટિંગહામમાં પોતાનો દમ દેખાડ્યો હતો અને હવે લોર્ડઝ જીતીને ભારતીય ટીમની તાકાતનો પરચો આપ્યો હતો. પરંતુ હાર બાદ કેટલાક ઇંગ્લીશ ખેલાડીઓની હતાશા હવે ઝેર ઓકવા લાગી છે.

IND vs ENG: લોર્ડઝમાં હાર સહન નથી થતી ઇંગ્લીશ ખેલાડીઓને, વિરાટ કોહલી માટે ઝેર ઓક્યુ આ ખેલાડીએ
Virat Kohli - Nick Compton

Follow us on

લોર્ડઝ ટેસ્ટ (Lords Test) મેચમાં ઇંગ્લેન્ડે 151 રનની કારમી હાર સહવી પડી હતી. ભારતીય ટીમે (Team India) ઇંગ્લેન્ડ પર જબરદસ્ત જીત મેળવીને સિરીઝમાં હવે 1-0 થી લીડ મેળવી લીધી છે. આ દરમ્યાન ભારતીય ક્રિકેટરોએ ક્રિકેટ સ્કિલ્સમાં પોતાને વધારે કાબેલ સાબિત કર્યા હતા. સાથે જ ભારતીય ખેલાડીઓએ સ્લેજીંગ અને ઘર્ષણ પણ સહન કરવુ પડ્યુ હતુ.

જેમ્સ એન્ડરસન, માર્ક વુડ અને જોસ બટલર જેવા ખેલાડીઓએ તો મૌખિક હુમલા કરવામાં કશુ બાકી નહોતુ રાખ્યુ. હવે નિક ક્રોમ્પટને (Nick Compton) કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સામે અયોગ્ય પ્રતિક્રિયા આપી છે.

ભારતીય ખેલાડીઓએ મેચ દરમ્યાન તો તેમને ઉશ્કેરણીઓના જવાબ આપ્યા હતા, પરંતુ મેચ જીતી લઇને પણ તેમને પુરો જવાબ વાળી દીધો હતો. ત્યારબાદ હવે ઇંગ્લેન્ડના ક્રિકેટર ક્રોમ્પ્ટને વિરાટ કોહલી માટે અયોગ્ય રીતે પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા પર કોહલીને સૌથી ગંદી ભાષાવાળો ક્રિકેટર ગણાવ્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જોકે બાદમાં નિક ક્રોમ્પટને પોતાની વાત પરથી પલટી મારી દીધી હતી. તેણે પોતાની ટ્વીટને ડીલીટ કરી દીધી હતી. જોકે ત્યાં સુધીમાં નુકશાન થઇ ચુક્યુ હતુ. તેણે પોતાની કોમેન્ટના માટે ખૂબ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

લોર્ડઝ ટેસ્ટ બાદ ઇંગ્લેન્ડના ક્રિકેટર નિક ક્રોમ્પટને ટ્વીટ કર્યુ હતુ. જેમાં તેણે લખ્યુ હતુ કે, શુ કોહલી સૌથી વધારે ગંદી ભાષા ઉપયોગ કરવાવાળો ખેલાડી નથી. 2012 માં તેણે મને જે ગાળો આપી તેને હું ક્યારેય નહી ભુલુ. જ્યારે તે મને નિશાન બનાવી રહ્યો હતો. તે એટલી હદે વધી ગયો હતો કે, તેણે ક્રિકેટને નુકશાન કર્યુ હતુ. આ બતાવે છે કે, રુટ, તેંડુલકર અને વિલિયમસન આ બધા કેટલા વિનમ્ર અને સજ્જન છે. આ ટ્વીટ બાદ ઇંગ્લીશ ક્રિકેટર એ સોશિયલ મીડિયા પર ખૂબ કડવા ડવાબ સાંભળળવા પડ્યા હતા.

ઘેરાઇ જતા અંતે ટ્વીટ હટાવ્યુ

ટ્વીટર યુઝર્સે તેને કહ્યુ હતુ કે, લોર્ડઝ ટેસ્ટમાં ઇંગ્લીશ ખેલાડીઓએ ઘર્ષણની શરુઆત કરી હતી. તેઓએ અનેક સમાચારોના સ્ક્રીન શોટ પણ શેર કરીને ક્રોમ્પટનને ઘેરી લીધો હતો. સાથે જ તેના જૂના નિવેદનોને પણ શોધી શોધીને રજૂ કર્યા હતા. જેના દ્વારા બતાવ્યુ હતુ કે, ક્રોમ્પટન પહેલા પણ કોહલીના સામે આ પ્રકારની ભાષાઓનો ઉપયોગ કરી ચુક્યો છે.

બાદમાં પરિસ્થિતી પોતાની વિરોધમાં જતી જોઇને ઇંગ્લીશ ક્રિકેટરે પોતાની ટ્વીટને હટાવી લીધી હતી. તે પહેલા પણ કોહલીની સામે લખી ચુક્યો છે. એક વાર તેણે દાવો કર્યો હતો કે, કોહલીની ગર્લફ્રેન્ડ સાથે તેણે વાત કરી હતી તો, ભારતીય કેપ્ટને તેને ખૂબ ખરુ ખોટું સંભળાવ્યુ હતુ.

નિક કોમ્પ્ટનનુ ટ્વીટ જે તેણે ડીલીટ કરી દીધુ હતુ

ઇંગ્લેન્ડ વતી 16 ટેસ્ટ રમી ચુક્યો છે નિક

38 વર્ષીય નિક ક્રોમ્પટન ઇંગ્લેન્ડ માટે 16 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. તેણે 775 રન બનાવ્યા છે. તે 2012 થી 2016 સુધી ઇંગ્લેન્ડ માટે રમ્યો હતો. તેના દાદા ડેનિસ ક્રોમ્પટને પણ ઇંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમ્યા હતા. તેમણે 1937 થી 1957 ના વચ્ચે 78 ટેસ્ટ મેચ રમી હતી.

 

આ પણ વાંચોઃ IND vs ENG: લોર્ડઝ-નોટિંગહામમાં ફ્લોપ શો, હેડિંગ્લે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમે બે મોટા ફેરફાર કર્યા, સ્ફોટક બેટ્સમેનને બોલાવ્યો

આ પણ વાંચોઃ શું નીરજ ચોપરા અભિનય ક્ષેત્રમાં કરશે એન્ટ્રી? જાણો શું આપ્યો દેશના આ સ્ટારે જવાબ

Next Article