
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટી20 સીરીઝી બીજી મેચ શનિવારના રોજ 4 જુલાઈ રમાશે. ચેસ્ટર લે સ્ટ્રીટમાં ખાતે રમાય રહેલી સીરિઝની પહેલી મેચ ભારે વરસાદને કારણે ડ્રો રહી હતી, પરંતુ હવે બંને ટીમો બીજી મેચમાં લીડ મેળવવાનું લક્ષ્ય રાખશે. પરંતુ સીરિઝની આ મેચ પહેલી મેચની જેમ સાંજે 10 કલાકે શરુ થશે નહી. આ મેચના ટાઈમિંગમાં ફેરફાર છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર રમાશે. આ મેચ માટેનો ટોસ સાંજે 6:30 કલાકે થશે. અડધા કલાક પછી સાંજે 7:00 કલાકે મેચ શરુ થશે. ભારતીય ચાહકો આ હાઈવોલ્ટેજ મેચ માટે મોડી રાત સુધી જાગવાની જરુર નથી. જો આ મેચ દરમિયાન કોઈ અડચણ આવશે નહી તો આખી મેચ રમાશે. તો 11 વાગ્યા સુધીમાં રિઝલ્ટ આવી જશે.
સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી 189 રનનો મજબુત સ્કોર બનાવ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડની ઈનિગ્સ શરુ થતા પહેલા વરસાદના કારણે ચાહકોની મજા બગડી હતી. મેચનું રિઝલ્ટ જાહેર કરવુ પડ્યુ હતુ. હવે શનિવારના સાંજે 7 કલાકે શરુ થનારી આ મેચમાં ક્રિકેટ ચાહકો માટે એક રોમાંચક અને સંપૂર્ણ 20-20 ઓવની રમવાની આશા છે. સમયમાં થયેલા ફેરફારના કારણે ચાહકો આ મેચનો આનંદ માણી શકશે.
ટીમ ઈન્ડિયા મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર 8 વર્ષ પછી કોઈ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમશે. ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી 2 મેચ રમી છે. આ દરમિયાન એક મેચમાં જીત થઈ છે. અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર છેલ્લી વખત ટી20 મેચ વર્ષ 2018માં રમી હતી. ત્યારે ભારતીય ટીમે જીતની બાજી મારી હતી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ વરસાદને કારણે ડ્રોમાં સમાપ્ત થઈ હશે, પરંતુ તેનાથી ટીમ ઇન્ડિયાના બે સ્ટાર બેટ્સમેનોને મોટો ખતરો ચોક્કસ મળ્યો. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સાકિબ મહમૂદે મેચમાં ઘાતક બોલિંગ કરી, ચાર ઓવરમાં 33 રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી. આ મેચ દરમિયાન સાકિબ મહમૂદે સંજુ સેમસન અને તિલક વર્માને આઉટ કર્યા.