IND vs ENG: ભારતીય ટીમની ફિલ્ડીંગ દરમ્યાન 12મો ‘અજાણ્યો’ ખેલાડી ઘુસ્યો મેદાનમાં, સર્જાઈ આવી સ્થિતી!

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England)ની મેચ ચાલુ હતી એ દરમ્યાન ભારતીય ટીમનો ડ્રેસીંગ ધરાવતો એક અજાણ્યો ફિલ્ડર મેદાનમાં ઘૂસી આવ્યો હતો. સિક્યુરીટી ગાર્ડને જર્સી પર BCCIનો લોગો બતાવી મેદાનમાં ઘુસ્યો.

IND vs ENG: ભારતીય ટીમની ફિલ્ડીંગ દરમ્યાન 12મો અજાણ્યો ખેલાડી ઘુસ્યો મેદાનમાં, સર્જાઈ આવી સ્થિતી!
India vs England
| Edited By: | Updated on: Aug 14, 2021 | 10:58 PM

લોર્ડઝ (Lords Test)માં હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમત દરમ્યાન ભારતીય ટીમે પ્રથમ સેશનથી અંતિમ સેશન સુધી બોલીંગ કરવાનું નસીબ રહ્યું હતુ. ભારતીય બોલરો વિકેટની શોધમાં દિવસભરની રમત દરમ્યાન બોલીંગ કરતા રહ્યા હતા. પરંતુ ખાસ સફળતાઓ ભારતીય બોલરોને મળી નહોતી. આ દરમ્યાન એક શખ્શ ભારતીય ખેલાડીઓ જેવી અદ્દલ ટી શર્ટ પહેરીને મેદાનમાં ઘૂસી આવ્યો હતો. અચાનકથી આ અજાણ્યા યુવકની મેદાનમાં આ હરકતથી સૌનુ ધ્યાન તેની તરફ ખેંચાયુ હતુ.

 

 

ભારતીય ટીમ ફિલ્ડીંગ કરી રહી હતી, એ દરમ્યાન એક બારમાં ખેલાડી સમાન એક શખ્શ મેદાનમાં ઘુસી આવ્યો હતો. મેદાનની અંદર ઘૂસી આવેલા આ શખ્શે બિલકુલ ભારતીય ટીમના જેવી જ જર્સી સહિતનું ડ્રેસીંગ પહેર્યુ હતુ. તેના ઈશારાઓ પરથી તે મેદાનમાં ફિલ્ડીંગ અને બોલીંગ કરવા માટે જઈ રહ્યો હોવાનું લાગી રહ્યું હોવાને લઈને હાસ્યાસ્પદ સ્થિતી સર્જાઈ હતી.

 

 

યુવકની જર્સી પર BCCIનો લોગો પણ હતો અને તે લોર્ડઝ મેદાનના ગાર્ડઝને પણ તે લોગો બતાવી રહ્યો હતો અને લોગો વડે પોતાની ઓળખ ખેલાડી હોવાની આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેદાનમાંથી ગાર્ડઝ દ્વારા તેને અન્ય ખેલાડીઓથી દૂર કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવતો હતો.

 

પરંતુ તે માનવામાં તૈયાર નહોતો અને મેદાનમાં જ ટીમ ઈન્ડીયા (Team India)) સાથે ફિલ્ડીંગમાં જવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. તેની આ હરકતને લઈને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સહિતના ખેલાડીઓ હસી પડ્યા હતા. સિરાજ તો અજાણ્યા ખેલાડીની આ ઘટનાથી હસવાનું રોકી શકતો જ નહોતો.

 

આખરે બળપૂર્વક બહાર કરાયો

જ્યારે સુરક્ષા કર્મીઓ તેને મેદાનની બહાર જવા માટે કહી રહ્યા હતા, ત્યારે તે તેમની સુચનાઓને માનતો નહોતો. ઉપરથી તે તાળી વગાડીને બંને હાથ ઉપર કરીને ખુશી વ્યક્ત કરી રહ્યો હતો. આખરે બેથી ત્રણ સુરક્ષા ગાર્ડે એકઠા થઈને તેને બળપૂર્વક બહાર કરવા મજબૂર થવુ પડ્યુ હતુ. આ શખ્શના નામની સ્પષ્ટ ઓળખ તો થઈ શકી નહોતી, પરંતુ ટીમ ઈન્ડીયા જેવી જર્સી પર Jarvo નામ લખેલુ હતુ અને 69 નંબર ચિતરાવેલો હતો.

 

 

આ પણ વાંચોઃ IND vs ENG: ઈંગ્લેન્ડના આ દિગ્ગજે કટાક્ષ કરતા કહ્યું ‘હાલમાં ભારત સામે ફક્ત બે ખેલાડીઓ જ રમી રહ્યા છે’

આ પણ વાંચોઃ IPL 2021: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે આપ્યા રાહતના સમાચાર, ખેલાડીઓને લઈ કરી મહત્વની સ્પષ્ટતા