કાનપુર ટેસ્ટનું પરિણામ શું આવશે તે હજુ જાણી શકાયું નથી. પરંતુ, ચોથા દિવસે પ્રથમ સેશનમાં લગભગ 8 ફૂટ કૂદકો મારીને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક હાથે જોરદાર કેચે પકડી મહફિલ લૂંટી લીધી હતી. ખાસ વાત એ હતી કે આ કેચથી મોહમ્મદ સિરાજના રેકોર્ડને સુધારવામાં પણ મદદ મળી છે.
મોહમ્મદ સિરાજના બોલ પર સારો શોટ રમી રહેલા બાંગ્લાદેશી ખેલાડી લિટન દાસનો કેચ રોહિત શર્માએ પકડ્યો હતો. પરંતુ કેપ્ટન રોહિત શર્મા તેના બેસ્ટ શોટની વચ્ચે આવ્યો હતો. તેણે તેના માથા પરથી જતા બોલને અટકાવ્યો અને તેને કેચમાં ફેરવ્યો. આ કરવા માટે રોહિત શર્માએ જમણો હાથ હવામાં લઈને 7.8 ફૂટ ઊંચો કૂદકો માર્યો.
WHAT. A. CATCH
Captain @ImRo45 with a screamer of a catch as Litton Das is dismissed for 13.@mdsirajofficial picks up his first.
Live – https://t.co/JBVX2gyyPf… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/60saRWTDtG
— BCCI (@BCCI) September 30, 2024
હવે જાણીએ કે રોહિતના આ કેચે મોહમ્મદ સિરાજનો રેકોર્ડ કેવી રીતે સુધાર્યો. વાસ્તવમાં, રોહિતના હાથે કેચ આઉટ થયેલા લિટન દાસ સામે ટેસ્ટમાં સિરાજના રેકોર્ડમાં થોડો સુધારો થયો છે. લિટન દાસ અને સિરાજ અત્યાર સુધી 6 ઈનિંગ્સમાં સામસામે આવી ચૂક્યા છે, જેમાં આ ત્રીજી વખત હતું જ્યારે સિરાજે લિટનની વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન લિટને સિરાજ સામે 12થી ઓછી એવરેજથી 35 રન બનાવ્યા છે. રોહિત શર્માના પગલે ચાલતા સિરાજે પણ શાકિબ અલ હસનનો શાનદાર કેચ લીધો હતો. અશ્વિનના બોલ પર સિરાજે શાકિબને કેચ આપી દીધો હતો.
આ પણ વાંચો: IND vs BAN: રોહિત શર્માએ પ્રથમ 2 બોલ પર 2 સિક્સર ફટકારી, 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ આવું વખત બન્યું
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો