ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ટેસ્ટ મેચનું પરિણામ લગભગ નિશ્ચિત છે. રમતના ત્રીજા દિવસે મેચની છેલ્લી ઈનિંગ શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને મેચ જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો છે. જોકે છેલ્લી ઈનિંગની શરૂઆતમાં બાંગ્લાદેશ તરફથી ખૂબ જ સારી રમત જોવા મળી હતી. ટીમના ઓપનર ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામે સારી શરૂઆત આપી હતી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 62 રન જોડ્યા હતા. પરંતુ યશસ્વી જયસ્વાલના આશ્ચર્યજનક કેચને કારણે આ ભાગીદારી તૂટી ગઈ.
ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામે પ્રથમ વિકેટ માટે માત્ર 16.2 ઓવરમાં 62 રન જોડ્યા હતા. બંને ખેલાડીઓ સારી લયમાં જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, આ જોડીને તોડવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને આ કામ ટીમના સૌથી મહત્વપૂર્ણ બોલર જસપ્રીત બુમરાહે કર્યું હતું. જસપ્રીત બુમરાહ 17 ઓવરના બીજા બોલ પર ઝાકિર હસનને આઉટ કરવામાં સફળ રહ્યો હતો. બુમરાહનો બોલ ઝાકિર હસનના બેટની કિનારી લઈને ગલી તરફ ગયો અને ગલી પર ઉભેલા યશસ્વી જયસ્વાલે ચપળતા બતાવીને એક હાથે કેચ પકડ્યો. જયસ્વાલના આ કેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઝાકિર હસન બાદ ઓપનર શાદમાન ઈસ્લામ પણ શાનદાર કેચને કારણે આઉટ થયો હતો. શાદમાન ઈસ્લામની વિકેટ આર અશ્વિનના નામે રહી હતી. ઈનિંગની 22મી ઓવરમાં આર અશ્વિનના બોલ પર શાદમાન ઈસ્લામે શોટ માર્યો અને બોલ તેના બેટની કિનારી લઈને શોર્ટ મિડવિકેટ પર શુભમન ગિલ પાસે ગયો. ગિલે ખૂબ જ નીચા કેચ માટે ડાઈવ કરીને અદભૂત કેચ લીધો હતો. આ બે કેચના કારણે ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામ સારી શરૂઆત મેળવવા છતાં બંને સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા.
Jasprit Bumrah with the first breakthrough as Yashasvi Jaiswal takes a brilliant catch to dismiss Zakir Hasan.
Watch
Live – https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/KdWyAW1yIN
— BCCI (@BCCI) September 21, 2024
ઝાકિર હસન 47 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જ્યારે શાદમાન ઈસ્લામ 68 બોલમાં 35 રન બનાવી શક્યો હતો. આ ઈનિંગમાં તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા ભારતે 287/4ના સ્કોર પર તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો અને બાંગ્લાદેશને 515 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી બીજી ઈનિંગમાં શુભમન ગિલે અણનમ 119 અને રિષભ પંતે 109 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને વનડે શ્રેણીમાં હરાવ્યું