જો કે રવિચંદ્રન અશ્વિન તેની બોલિંગ માટે જાણીતો છે, પરંતુ જ્યારે તેના હાથમાં બેટ હોય અને ટીમને તેની જરૂર હોય ત્યારે તે રન બનાવવામાં નિષ્ફળ રહેતો નથી. અશ્વિને ચેન્નાઈ ટેસ્ટમાં પણ આવું જ કર્યું હતું. આ જમણા હાથના બેટ્સમેને આઠમા નંબરે આવીને શાનદાર સદી ફટકારી હતી.
અશ્વિને પોતાના હોમ ગ્રાઉન્ડ પર બીજી વખત ટેસ્ટ સદી ફટકારી છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ સદી 15 ફેબ્રુઆરી 2021ના રોજ ઈંગ્લેન્ડ સામે ફટકારી હતી અને હવે 1312 દિવસ બાદ આ ખેલાડીએ ફરી એકવાર ચેન્નાઈમાં સદી ફટકારી છે. અશ્વિનની આ છઠ્ઠી સદી છે અને આશ્ચર્યજનક વાત એ છે કે આ ખેલાડીએ હંમેશા મુશ્કેલ સમયમાં સદી ફટકારી છે.
On his home ground in Chennai, Ravichandran Ashwin rises to the occasion yet again #WTC25 | #INDvBAN: https://t.co/dbZvGHP5Qc pic.twitter.com/qEcDVMeAyU
— ICC (@ICC) September 19, 2024
આર અશ્વિન જ્યારે ક્રિઝ પર ઉતર્યો ત્યારે 6 બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. રોહિત, વિરાટ, શુભમન બાદ પંત, જયસ્વાલ અને રાહુલની વિકેટ પણ પડી હતી. એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા 200નો આંકડો પાર કરી શકશે નહીં. પરંતુ આઠમા નંબરે આવેલા અશ્વિને ક્રીઝ પર આવતાની સાથે જ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. આ ખેલાડીએ આવતાની સાથે જ બે ચોગ્ગા ફટકાર્યા અને તેમને જોઈને સ્પષ્ટ થઈ ગયું કે આજે આ ખેલાડી કંઈક મોટું કરશે. અશ્વિને તે સાબિત કર્યું અને માત્ર 58 બોલમાં અડધી સદી ફટકારી. અશ્વિન અહીં જ ન અટક્યો, આ ખેલાડીએ ન માત્ર જાડેજા સાથેની ભાગીદારીને 150થી આગળ લઈ ગઈ પરંતુ આગામી 50 બોલમાં સદી પણ પૂરી કરી.
A stellar TON when the going got tough!
A round of applause for Chennai’s very own – @ashwinravi99
LIVE – https://t.co/jV4wK7BgV2 #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/j2HcyA6HAu
— BCCI (@BCCI) September 19, 2024
આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી વખત સદી ફટકારી છે તેની પ્રથમ સદી 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે આવી હતી. આ પછી અશ્વિને 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે ફરી સદી ફટકારી હતી. 2016માં અશ્વિને ફરીથી વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારી હતી અને આ વિદેશી ધરતી પર તેની પ્રથમ સદી હતી. આ જ ટેસ્ટ શ્રેણીમાં તેણે ફરીથી બીજી સદી ફટકારી. 2021માં અશ્વિને ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી અને હવે તેણે બાંગ્લાદેશ સામે સદી ફટકારી છે.
આ પણ વાંચો: IND vs BAN: ‘તું મને કેમ મારે છે’…લાઈવ મેચમાં બાંગ્લાદેશી ખેલાડી સાથે રિષભ પંતની બોલાચાલી
Published On - 5:15 pm, Thu, 19 September 24