IND vs BAN: 1300 દિવસની રાહ પૂરી થશે! ચેન્નાઈ ટેસ્ટ આ ખેલાડી માટે રહેશે ખાસ

|

Sep 14, 2024 | 4:58 PM

બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થશે. બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રિષભ પંત અને રવિચંદ્રન અશ્વિન માટે ખૂબ જ ખાસ બની રહી છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

IND vs BAN: 1300 દિવસની રાહ પૂરી થશે! ચેન્નાઈ ટેસ્ટ આ ખેલાડી માટે રહેશે ખાસ
Ravichandran Ashwin (Photo: Surjeet Yadav/Getty Images)

Follow us on

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી 2 મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત માટે આ મેચ ખૂબ જ ખાસ રહેવાની છે. લાંબી રાહ જોયા બાદ તે ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરશે. પંતની સાથે અન્ય ખેલાડી માટે પણ આ મેચ ખૂબ જ ખાસ બનવાની છે. આ ખેલાડી છે અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન. અશ્વિન માટે પણ આ મેચ ખૂબ જ ખાસ રહેવાની છે.

અશ્વિન માટે ચેન્નાઈ ટેસ્ટ કેમ ખાસ છે?

અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ બોલરોમાંથી એક છે. આર અશ્વિને ચેન્નાઈ ટેસ્ટ મેચ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ટેસ્ટ મેચ તેના માટે ખાસ છે કારણ કે તે 1300 દિવસ બાદ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમશે. તેણે તેની છેલ્લી મેચ ચેન્નાઈના આ મેદાન પર વર્ષ 2021માં ઈંગ્લેન્ડની ટીમ સામે રમી હતી. તમને જણાવી દઈએ કે, ચેપોક સ્ટેડિયમમાં અશ્વિનના આંકડા પણ ખૂબ જ આકર્ષક છે. તે આ મેદાન પર બોલની સાથે સાથે બેટથી પણ સફળ રહ્યો છે.

ચેપોકમાં અશ્વિનનો દબદબો

આર અશ્વિને એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધી 4 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે કુલ 30 વિકેટ ઝડપી છે. અશ્વિને 4 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. એટલું જ નહીં, એક બેટ્સમેન તરીકે તેણે આ મેચોમાં 38.16ની એવરેજથી 229 રન પણ બનાવ્યા છે. આ મેદાન પરની તેની છેલ્લી મેચમાં અશ્વિને ઈંગ્લેન્ડ સામે કુલ 8 વિકેટ લીધી હતી અને સદીની ઈનિંગ પણ રમી હતી. તેણે મેચની બીજી ઈનિંગમાં 148 બોલમાં 106 રન બનાવ્યા હતા. જેમાં 14 ફોર અને 1 સિક્સ સામેલ હતી.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વપૂર્ણ બોલર

રવિચંદ્રન અશ્વિને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 100 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોમાં રવિચંદ્રન અશ્વિને 23.75ની એવરેજથી 516 વિકેટ લીધી છે. અશ્વિને 36 ઈનિંગ્સમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. આ સિવાય તેણે 3309 રન બનાવ્યા છે જેમાં 5 સદી પણ સામેલ છે. બીજી તરફ બાંગ્લાદેશ સામેના તેના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 6 ટેસ્ટ મેચમાં 23 વિકેટ લીધી છે અને 157 રન પણ બનાવ્યા છે જેમાંથી 58 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

આ પણ વાંચો: IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચમાં ગરમાયો માહોલ, બંને ટીમના ખેલાડીઓ વચ્ચે થયો ઝઘડો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article