IND vs AUS: વોશિંગ્ટન સુંદરની ભૂલને કારણે ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન, કેપ્ટને તેને એકપણ બોલ ફેંકવા ન આપ્યો

ઓસ્ટ્રેલિયાએ હોબાર્ટમાં શાનદાર બેટિંગ કરી અને તેમના બેટ્સમેનોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર હતો ટિમ ડેવિડ, જેણે 38 બોલમાં 74 રન બનાવ્યા. પરંતુ ડેવિડ આટલા રન બનવાની જ ના શક્યો હોત, જો સુંદરે તેનો કેચ ડ્રોપ ના કર્યો હોત. સુંદરની મોટી ભૂલના કરને ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું. ખાસ વાત એ હતી કે આ બોલરને મેચમાં કેપ્ટન સૂર્યાએ એકપણ ઓવર ના આપી.

IND vs AUS: વોશિંગ્ટન સુંદરની ભૂલને કારણે ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન, કેપ્ટને તેને એકપણ બોલ ફેંકવા ન આપ્યો
Washington Sundar
Image Credit source: X
| Updated on: Nov 02, 2025 | 4:41 PM

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20 મેચમાં, ભારતે તેમના પ્લેઈંગ ઈલેવનમાં નોંધપાત્ર ફેરફાર કર્યો અને વોશિંગ્ટન સુંદરને તક આપી, પરંતુ આ ખેલાડીને તક આપવાથી ટીમ ઈન્ડિયાને કોઈક રીતે નુકસાન થયું. વોશિંગ્ટન સુંદરે આ મેચમાં એક સરળ કેચ છોડ્યો, જેના પછી ટીમ ઈન્ડિયા 54 રનનું નુકસાન થયું.

વોશિંગ્ટન સુંદરે ટિમ ડેવિડનો કેચ છોડ્યો

વોશિંગ્ટન સુંદરે આ મેચમાં 74 રન બનાવનારા ટિમ ડેવિડનો આ કેચ છોડ્યો. જ્યારે સુંદરે ડેવિડનો કેચ છોડ્યો, ત્યારે તે ફક્ત 20 રન પર રમી રહ્યો હતો, અને આ કેચ ડ્રોપ થયા પછી, તેણે શાનદાર બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયાને ઘણું નુકસાન પહોંચાડ્યું.

 

વોશિંગ્ટન સુંદરની ભૂલથી ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન

ટિમ ડેવિડનો આ કેચ છઠ્ઠી ઓવરમાં આવ્યો હતો. બુમરાહની ઈનિંગના ચોથા બોલ પર ટિમ ડેવિડે પોઈન્ટ તરફ શોટ રમ્યો, જ્યાં સુંદર ઉભો હતો. પરંતુ સુંદરે કેચ છોડી દીધો. આ ડ્રોપ કેચ પછી ટિમ ડેવિડે તેની આક્રમક બેટિંગ ચાલુ રાખી અને કુલ પાંચ છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા. તેણે તેની ઈનિંગમાં 129 મીટરનો છગ્ગો પણ ફટકાર્યો, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી લાંબો છગ્ગો છે.

 

વોશિંગ્ટન સુંદરને એક પણ ઓવર ન મળી

આશ્ચર્યજનક રીતે, ટીમ ઈન્ડિયાએ વોશિંગ્ટન સુંદરને એક પણ ઓવર આપી ન હતી. T20 ક્રિકેટમાં ઉત્તમ ઈકોનોમી રેટ ધરાવતો આ બોલર ફક્ત ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો, અને તેને એક પણ ઓવર આપવામાં આવી ન હતી. ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટના આ નિર્ણયથી નિષ્ણાતો મૂંઝવણમાં છે. સુંદરને બદલે, ટીમ ઈન્ડિયાએ અભિષેક શર્માને એક ઓવર આપી. વોશિંગ્ટન સુંદરે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં માત્ર 6.94 ના ઈકોનોમી રેટથી 48 વિકેટ લીધી છે, છતાં તેને ઓવર ન આપવાનો નિર્ણય ખરેખર આશ્ચર્યજનક છે.

આ પણ વાંચો: IND vs AUS: ટિમ ડેવિડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો, બોલ 100-120 મીટર નહીં પણ આટલો દૂર ગયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો