IND vs AUS: ભારત સામે હારીને પણ ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી શકે છે, હવે આ સમીકરણથી રસ્તો ખુલશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 વર્લ્ડકપ 2024માં આજે 24 જૂનના રોજ મેચ રમાશે. સેમિફાઈનલમાં પહોંચવા માટે બંન્ને ટીમો માટે આજની મેચ મહત્વની છે.ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યારસુધી સુપર-8માં 2 મેચ રમી છે.

IND vs AUS: ભારત સામે હારીને પણ ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી શકે છે, હવે આ સમીકરણથી રસ્તો ખુલશે
| Updated on: Jun 24, 2024 | 10:12 AM

ઓસ્ટ્રેલિયાની ટીમને અફઘાનિસ્તાન સામે 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હારતા જ ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલમાં પહોચવાની આશા પર ઝટકો લાગ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારત વિરુદ્ધ રમાનારી મેચના રિઝલ્ટ પર નિર્ભર રહેશે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ આજે એટલે કે, 24 જૂનના રોજ રમાશે. જો ઓસ્ટ્રેલિયાની ટીમ આ મેચ જીતી લે છે તો સેમિફાઈનલમાં પહોંચી જશે. જો આ મેચ હારી જાય છે તો પણ સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા છે.

 

ઓસ્ટ્રેલિયાની ટીમનો નેટ રન રેટ શાનદાર

ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યારસુધી સુપર-8માં 2 મેચ રમી છે. જેમાં બાંગ્લાદેશ વિરુદ્ધ જીત મળી હતી. તો અફઘાનિસ્તાન સામે હાર મળી હતી. ઓસ્ટ્રેલિયાની સારી વાત એ છે કે, તેનો નેટ રન રેટ પ્લમાં છે. ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ પ્લસ 0.223 છે અને 2 અંક છે.

આ રીતે સેમિફાઈનલમાં પહોંચી શકે છે ઓસ્ટ્રેલિયાની ટીમ

ઓસ્ટ્રેલિયાની ટીમ જો ભારત વિરુદ્ધ હારી જાય છે તો આવી સ્થિતિમાં સૌથી પહેલા ભારતીય ટીમ 6 અંક સાથે સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી લેશે. અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાના 2-2 અંક થશે. આ ગ્રુપમાં સેમિફાઈનલમાં બીજી ટીમ કોણ હશે. તેનો નિર્ણય નેટ રન રેટ પર નિર્ભર કરે છે.

આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઈચ્છશે કે, તે ભારત વિરુદ્ધ મેચ વધારે રનથી ન હારે, ત્યારે નેટ રન રેટમાં વધુ નુકસાન થશે નહિ. તેમણે એ પણ પ્રાર્થના કરવી પડશે કે, અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ હારી જાય, આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ શાનદાર નેટ રન રેટની સાથે સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી લેશે.

ઓસ્ટ્રેલિયા એક વખત જીતી ચુક્યું છે ખિતાબ

ઓસ્ટ્રેલિયાની ટીમ હંમેશાથી આઈસીસી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરે છે. ટીમે ટી20 વર્લ્ડકપ 2021ના રોજ ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાની પાસે એવા પ્લેયર્સ છે જે મેચ બદલી શકે છે. પરંતુ અફઘાનિસ્તાન સામે મળેલી હારથી ઓસ્ટ્રેલિયાની ટીમ સતર્ક થઈ ગઈ છે.

આ પણ વાંચો : T20 World Cup 2024: IND vs AUS વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયા નહીં વરસાદ ફેરવશે ઓસ્ટ્રેલિયાની આશા પર પાણી ! જુઓ Weather Report

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો: