IND vs AUS : મેચ પહેલા એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું, ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતર્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. મેચ શરૂ થાય તે પહેલા, બંને ટીમોના ખેલાડીઓએ યુવા ક્રિકેટર બેન ઓસ્ટિનને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મિનિટનું મૌન પાળ્યું હતું. ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાનમાં પ્રવેશ્યા હતા.

IND vs AUS : મેચ પહેલા એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું, ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતર્યા
India vs Australia
Image Credit source: Getty Images
| Updated on: Oct 31, 2025 | 4:22 PM

કેનબેરામાં પ્રથમ T20 મેચ રદ થયા બાદ વરસાદની આગાહી વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં બીજી T20 મેચ શરુ થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચ પહેલા બંને ટીમોના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં પ્રવેશ્યા હતા અને યુવા ક્રિકેટર બેન ઓસ્ટિનને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મિનિટનું મૌન પાળ્યું હતું.

બેન ઓસ્ટિનને શ્રદ્ધાંજલિ

17 વર્ષીય મેલબોર્નના ખેલાડી બેન ઓસ્ટિનને 29 ઓક્ટોબરના રોજ પ્રેક્ટિસ દરમિયાન ગરદનમાં ઈજા થઈ હતી. આ ઉભરતા સ્ટારનું ગુરુવારે, 30 ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન અવસાન થયું. આ ઘટનાથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં શોકની લહેર ફેલાઈ ગઈ.

 

ખેલાડીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી

બેન ઓસ્ટિનને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ બીજી T20 દરમિયાન હાથ પર કાળી પટ્ટી બાંધી હતી. તે પહેલા, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બંને ટીમોના ખેલાડીઓ અને દર્શકોએ બેન ઓસ્ટિનના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા માટે એક મિનિટનું મૌન પાળ્યું હતું.

 

ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત

કેનબેરામાં રમાયેલી પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ, ટીમ ઈન્ડિયા આ મેચમાં જીતની આશા રાખી રહી છે. જોકે, ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી, તેણે માત્ર 32 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, સંજુ સેમસન અને તિલક વર્મા સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા.

અભિષેક શર્માની ફિફ્ટી

એક તરફ સતત વિકેટો પડી રહી હતી અને બીજી તરફ યુવા સ્ટાર ઓપનર અભિષેક શર્મા પોતાની વિકેટ બચાનીને ટકી રહ્યો અને પોતાની ફિફ્ટી પૂરી કરી. અભિષેક શર્મા 37 બોલમાં 68 રણ બનાવી આઉટ થયો હતો. અભિષેક સિવાય હર્ષિત રાણાએ મહત્વપૂર્ણ 33 રન બનાવ્યા હતા.

 

ભારત 125 રનમાં ઓલઆઉટ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ માત્ર 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા પૂરી 20 ઓવર પણ રમી શકી નહીં. ત્રણ ખેલાડીઓ 0 પર આઉટ થયા હતા અને 11 માંથી 9 ખેલાડીઓ બે ડીજીટનો સ્કોર પણ કરી શક્યા નહીં અને 10 થી ઓછા રનમાં આઉટ થયા હતા.

આ પણ વાંચો: IND W vs AUS W: સ્મૃતિ મંધાના સાથે ચીટિંગ થઈ? ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલ મેચમાં ખેલ થઈ ગયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો