
ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની બાકીની બે ટેસ્ટ માટે ટીમમાં ફેરફાર કર્યા છે. ટીમની ઓપનિંગ જોડીમાં પહેલો ફેરફાર થયો છે. બીજો ફેરફાર બોલિંગમાં જોવા મળ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી બે ટેસ્ટ મેલબોર્ન અને સિડનીમાં રમાવાની છે. બોક્સિંગ ડે ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં યોજાશે. જ્યારે નવા વર્ષની ટેસ્ટ મેચ સિડનીમાં રમાશે. બંને દેશો વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ભારતે જીતી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં ડે-નાઈટ રમાયેલી બીજી ટેસ્ટ જીતી હતી. બંને ટીમો વચ્ચે બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટ અનિર્ણિત રહી હતી.
ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેડલવુડ ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચમાંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે તેને બહાર થવું પડ્યું હતું. હેઝલવુડને બ્રિસબેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી. હેઝલવુડના સ્થાને ઓસ્ટ્રેલિયન ટીમમાં ઝાય રિચર્ડસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાઈટ આર્મ ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસનને અત્યાર સુધી માત્ર 3 ટેસ્ટ રમવાનો અનુભવ છે. શ્રીલંકા અને ઈંગ્લેન્ડ જેવી ટીમો સામે રમાયેલી તે 3 ટેસ્ટમાં રિચર્ડસને કુલ 11 વિકેટ પોતાના નામે કરી છે.
Some big calls at selection as Australia unveil their squad for the remainder of the Border-Gavaskar series
#AUSvIND | #WTC25https://t.co/2xww1oAWKj— ICC (@ICC) December 20, 2024
ફાસ્ટ બોલિંગમાં આ ફેરફાર સિવાય ટીમમાં બીજો ફેરફાર ઓપનિંગ જોડીમાં જોવા મળ્યો છે. મેલબોર્નમાં યોજાનારી બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી બદલાયેલી દેખાશે. નાથન મેકસ્વીની MCGમાં ઉસ્માન ખ્વાજા સાથે ઈનિંગની શરૂઆત કરતો જોવા મળશે નહીં. ઓસ્ટ્રેલિયન ટીમના પસંદગીકારોએ છેલ્લી બે ટેસ્ટ માટે મેકસ્વીનીના સ્થાને સેમ કોન્સ્ટાસને અજમાવવાનો નિર્ણય કર્યો છે. સેમ કોન્સ્ટાસને આ તક ભારત સામેની પ્રેક્ટિસ મેચમાં તેના સારા પ્રદર્શનના કારણે મળી હતી.
પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, શોન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, સેમ કોન્સ્ટાસ, ઝાય રિચાર્ડસન, જોશ ઈંગ્લિશ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.
આ પણ વાંચો: Ashwin retirement : સંન્યાસ પછી રવિચંદ્રન અશ્વિને કોલ હિસ્ટ્રી શેર કેમ કરી, જાણો