
કતરની રાજધાની દોહામાં ચાલી રહેલ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025ની ટૂર્નામેન્ટ હવે પોતાના છેલ્લા તબક્કામાં આવી છે. શુક્રવાર 21 નવેમ્બરના રોજ આ ટૂર્નામેન્ટની બંન્ને સેમિફાઈનલ મેચ રમાશે. પહેલી સેમિફાઈનલ ઈન્ડિયા એ અને બાંગ્લાદેશ એ વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાન એ અને શ્રીલંકા એ આમને-સામને થશે.જિતેશ શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને આ ટૂર્નામેન્ટમાં અત્યારસુધી માત્ર એક જ હાર મળી છે. આ હાર પાકિસ્તાન સામે મળી છે. પરંતુ તેમ છતાં તેની પાસે ફાઈનલમાં પહોંચી ટ્રોફી જીતવાની તક છે.
આ માટે ફરી એક વખત બધાની નજર યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી પર રહેશે પરંતુ અન્ય બેટ્સમેનોએ પણ સારું પ્રદર્શન કરવું પડશે.ટીમ ઈન્ડિયાને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025નો ખિતાબ જીતવા માટે 2 મેચ જીતવી પડશે. એટલે કે, એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025ની ચેમ્પિયન ટીમ બનવા માટે ટીમ ઈન્ડિયા માત્ર 2 ડગલા દુર છે.
India A vs Bangladesh A વચ્ચે એશિયા કપ રાઈઝિંગ સ્ટારની પહેલી સેમિફાઈનલ મેચ બપોરના 3 કલાકે શરુ થશે. આ મેચનો ટોસ અડધા કલાક પહેલા થશે.
India A vs Bangladesh Aની આ ટૂર્નામેન્ટ કતરની રાજધાની દોહામાં રમાઈ રહી છે. તેમજ સેમિફાઈનલ અને ફાઈનલ સહિત મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
India A vs Bangladesh A સહિત એશિયા કપ રાઈઝઇંગ સ્ટારની તમામ મેચનું બોડકાસ્ટ સોની સ્પોર્ટસ નેટવર્કની ચેનલ પર લાઈવ જોઈ શકો છો.
India A vs Bangladesh A સહિત અન્ય તમામ મેચનું ઓનલાઈન સ્ટ્રઈમિંગ Sony Liv પ્લેટફોર્મ પર જોઈ શકો છો.