Breaking News : BCCIનો મોટો નિર્ણય, મહિલા ખેલાડીઓની મેચ ફી બમણીથી પણ વધી, આટલા પૈસા મળશે

BCCI Revises Pay Structure : બીસીસીઆઈએ ઘરેલું ક્રિકેટમાં સમાન મેચ ફી વધારવાની સાથે મહિલા ક્રિકેટરો અને મેચ અધિકારીઓની મેચ ફીમાં પણ વધારો કર્યો છે. જૂનિયર લેવલના ખેલાડીઓને પણ હવે વધારે મેચ ફી મળશે.

Breaking News : BCCIનો મોટો નિર્ણય, મહિલા ખેલાડીઓની મેચ ફી બમણીથી પણ વધી, આટલા પૈસા મળશે
| Updated on: Dec 23, 2025 | 10:10 AM

BCCI Revises Women Domestic Cricketers Pay Structure : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાલમાં વનડે વર્લ્ડકપ 2025નો ખિતાબ પોતાને નામ કર્યો હતો. પહેલી વખત આ ટ્રોફીને પોતાના નામે કરવામાં સફળ રહી હતી. આ જીતનો જશ્ન દરેક ભારતીયે મનાવ્યો હતો. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા ખેલાડીઓને મોટી ગિફટ આપવામાં આવી છે. બીસીસીઆઈએ મહિલા ઘરેલું ક્રિકેટરોની મેચ ફીમાં પણ બદલાવ કર્યો છે. હવે ઘરેલુ ક્રિકેટમાં મહિલા ખેલાડીઓની મેચ ફી પુરુષ ખેલાડીઓ જેટલી થઈ ગઈ છે.

મહિલા ખેલાડીઓને હવે આટલા પૈસા મળશે

બીસીસીઆઈએ ઘરેલું ક્રિકેટમાં સમાન મેચ ફી તેમજ મહિલા ક્રિકેટરો અને મેચ અધિકારીઓની મેચ ફીમાં બેગણો વધારો કર્યો છે. જે મુજબ મહિલા ખેલાડીઓને ઘરેલું વનડે અને મલ્ટી-ડે મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહેવાથી 50,000 મળશે. રિઝર્વ ખેલાડીને પ્રતિ મેચમાં 25,000 આપવામાં આવશે. જ્યારે ટી20 મેચનો પ્લેઈંગ ઈલેવનનો ભાગ લેનાર ખેલાડીને 25,000 રુપિયા આપવામાં આવશે. તેમજ બેંચ પર બેસેલી ખેલાડીઓને 12,500 રુપિયા આપવામાં આવશે.તમને જણાવી દઈએ કે, પહેલા સિનિયર મહિલા ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં હોય તો 20,000 રૂપિયા અને બેન્ચ પર હોય તો 10,000 રૂપિયા મળતા હતા.

 

 

 

 

જૂનિયર લેવલની મેચ ફીમાં પણ બદલાવ

જૂનિયર લેવલની ટૂર્નામેન્ટમાં પણ સમાનતા લાગુ કરવામાં આવી છે. મલ્ટી-ડે અથવા ODI મેચોમાં, પ્લેઇંગ ઇલેવનને દરરોજ 25,000 અને રિઝર્વ ખેલાડીઓને 12,500 મળશે. T20 મેચોમાં, પ્લેઇંગ ઇલેવનમાં રહેલા ખેલાડીઓને 12,500 અને પ્લેઇંગ ઇલેવનમાં ન હોય તેવા ખેલાડીઓને 6,250 મળશે.

અમ્યાપયર અને મેચ રેફરી સહિત મેચ અધિકારીઓને પણ આનો ફાયદો થશે. ઘરેલું ટૂર્નામેન્ટની લીગ મેચ માટે અમ્પાયર અને મેચ રેફરીને પ્રતિ દિવસ 40,000 રુપિયા આપવામાં આવશે. જ્યારે નોકઆઉટ મેચ માટે પ્રતિ દિવસ 50,000 રુપિયાથી 60,000 વચ્ચે આપવામાં આવશે. રણજી ટ્રોફી લીગ મેચમાં અમ્પાયરિંગ કરનારને પ્રતિ મેચમાં અંદાજે 1.60 લાખ રુપિયા મળશે. જ્યારે નોકઆઉટ મેચમાં તેમને પ્રતિ મેચ 2.5 લાખ રુપિયાથી 3 લાખ રુપિયા મળશે.

ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.  અહી ક્લિક કરો