શાહીન આફ્રિદીએ T20 મેચમાં સુપર ઓવર ન થવા દીધી! એવી બેટિંગ કરી કે બધા જોતા રહી ગયા

પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી આ દિવસોમાં ઈન્ટરનેશનલ લીગ T20 એટલે કે ILT20માં રમી રહ્યો છે. શાહીન ડેઝર્ટ વાઈપર્સ ટીમ તરફથી રમી રહ્યો છે. શાહીન આફ્રિદીએ 30 જાન્યુઆરીએ તેની ટીમને છેલ્લા બોલે જીત અપાવી સુપર ઓવરના પડકારથી બચાવી હતી.

શાહીન આફ્રિદીએ T20 મેચમાં સુપર ઓવર ન થવા દીધી! એવી બેટિંગ કરી કે બધા જોતા રહી ગયા
Shaheen Shah Afridi
| Updated on: Jan 31, 2024 | 9:18 AM

ઈન્ટરનેશનલ લીગ T20માં ડેઝર્ટ વાઈપર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ એમિરેટ્સ વચ્ચેના મુકાબલામાં અંતિમ બોલર પર મેચ જીતાડી પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ ટીમને સુપર ઓવર રમવાથી બચાવી લીધી હતી. રોમાંચક મેચમાં અંતિમબોલ સીધું એવું લાગી રહ્યું હતું કે આ મેચ ડેઝર્ટ વાઈપર્સ હારશે અથવા મેચમાં સુપર ઓવર રમાશે. પરંતુ શાહીન આફ્રિદીએ અંતિમ બોલ પર બાજી જ પલટી નાખી.

રોમાંચક મેચમાં ડેઝર્ટ વાઈપર્સની જીત

આ મેચમાં MI અમીરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. મતલબ ડેઝર્ટ વાઈપર્સને 150 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. મેચ ખૂબ જ રસપ્રદ બની હતી અને મેચ ફરી એવા તબક્કે પહોંચી હતી જ્યાં અંતિમ બોલ પર નિર્ણય આવ્યો હતો. અંતે મેચ સુપર ઓવરમાં જશે તેવી સ્થિતિ ઊભી થઈ હતી.

છેલ્લા બોલે 3 રન અને શાહીન આફ્રિદી

ડેઝર્ટ વાઈપર્સને છેલ્લા બોલ પર જીતવા માટે 3 રનની જરૂર હતી. મતલબ કે જો તેમણે 1 રન બનાવ્યો હોત તો તે હારી ગયા હોત અને જો તેમણે 2 રન બનાવ્યા હોત તો મેચ સુપર ઓવરમાં ગઈ હોત. મતલબ કે જીતવાના બે જ રસ્તા હતા. ક્યાં તો 3 રન દોડીને લેવા જોઈએ અથવા બોલને સીધો બાઉન્ડ્રી પાર મોકલવો. આવી સ્થિતિમાં ડેઝર્ટ વાઈપર્સ વતી ક્રિઝ પર શાહીન શાહ આફ્રિદી અને લ્યુક વુડ હતા.

શાહીન આફ્રિદીનો ઈરાદો મક્કમ હતો

શાહીન શાહ આફ્રિદી પર ચોક્કસથી દબાણ હતું પઆરંતુ આનું મુખ્ય કારણ બોલર ટ્રેન્ટ બોલ્ટ હતો. પરંતુ, શાહિને નક્કી કરી લીધું હતું કે હવે તેણે આર કે પારની આ લડાઈ લડશે. તેને ખબર હતી કે જો મેચ સુપર ઓવરમાં જશે તો કંઈ પણ થઈ શકે છે. તેથી જો અંતિમ બોલ પર જ મેચ જીતી જાશું તો વધુ સારું રહેશે.

શાહીન આફ્રિદીએ અંતિમ બોલ પર બાજી પલટી

ટ્રેન્ટ બોલ્ટે મેચનો છેલ્લો બોલ ફેંક્યો, જેના પર શાહિને શોટ રમ્યો. તેનો ઈરાદો માત્ર બોલને બાઉન્ડ્રી પાર કરાવવાનો હતો. પરંતુ તે શક્ય ન થયું, પણ બંને બેટ્સમેને ત્રણ રન દોડી ટીમ ડેઝર્ટ વાઈપર્સને જીત અપાવી હતી અને સુપર ઓવર રમવાની તક પણ સમાપત થઈ ગઈ. અંતિમ 3 રન સાથે શાહીન મેચમાં 17 રન બનાવીને અણનમ રહ્યો હતો.

આ પણ વાંચો : શું વિરાટ કોહલી ટેસ્ટ મેચ નહીં રમે? BCCI પણ કમબેક વિશે અજાણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો