
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું. હવે આવતા મહિને પાકિસ્તાન બીજી મોટી ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. ICCએ મહિલા વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર કર્યું છે. 14 માર્ચે જાહેર કરાયેલા શેડ્યૂલ અનુસાર આ ટૂર્નામેન્ટ લાહોરના બે મેદાન પર રમાશે. પ્રથમ મેચ 9મી એપ્રિલે અને ફાઇનલ મેચ 19મી એપ્રિલે રમાશે.
આ ટુર્નામેન્ટમાં છ ટીમો ભાગ લેશે જેમાંથી બે ટીમોએ, આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારી મુખ્ય સ્પર્ધા માટે ક્વોલિફાય થવું પડશે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને યજમાન ભારત પહેલાથી જ ICC મહિલા ચેમ્પિયનશિપ (2022-25)માં ટોચના 6માં સ્થાન મેળવીને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે. આથી આ છ દેશની ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં યોજાનાર મેચમાં ભાગ નહીં લે.
મહિલા ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ચાર પૂર્ણ સભ્ય રાષ્ટ્રો બાંગ્લાદેશ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સાથે સહયોગી રાષ્ટ્રો સ્કોટલેન્ડ અને થાઈલેન્ડ સાથે સ્પર્ધા કરશે. આ ટુર્નામેન્ટ 15 મેચોની હશે. બાંગ્લાદેશ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ આઈસીસી મહિલા ચેમ્પિયનશિપમાં સાતમાથી દસમા સ્થાને રહીને ક્વોલિફાયરમાં પહોંચી ગઈ છે. જ્યારે, થાઇલેન્ડ અને સ્કોટલેન્ડે 28 ઓક્ટોબર 2024 સુધી ICC મહિલા ODI ટીમ રેન્કિંગમાં આગામી બે શ્રેષ્ઠ સ્થાનો મેળવીને આઈસીસીની આ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે.
West Indies and Pakistan will be among the six sides who will give it their all next month to secure the two remaining spots in the Women’s @cricketworldcup 2025
Schedule ⬇️https://t.co/sEYGA3Ytb7
— ICC (@ICC) March 14, 2025