ICC World Cup 2027 : વનડે વર્લ્ડ કપ 2027 માટે પસંદ કરવામાં આવી ખાસ તારીખ, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે ICC !

ICC પહેલાથી જ 2027 ODI વર્લ્ડ કપ માટે એક ખાસ યોજના તૈયાર કરી રહી છે. મહાત્મા ગાંધીના જીવન અને દક્ષિણ આફ્રિકા સાથેના તેમના ઇતિહાસ પર આધારિત ટુર્નામેન્ટ માટે એક ખાસ તારીખ પસંદ કરવામાં આવી છે.

ICC World Cup 2027 : વનડે વર્લ્ડ કપ 2027 માટે પસંદ કરવામાં આવી ખાસ તારીખ, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે ICC !
ICC World Cup 2027
Image Credit source: X | Cricbuzz
| Updated on: Aug 16, 2026 | 7:49 AM

ICC ODI વર્લ્ડ કપ 2027 અંગે એક મોટો અપડેટ સામે આવ્યો છે. આ વખતે આ ટુર્નામેન્ટ સંયુક્ત રીતે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા યોજાશે. પ્રારંભિક યોજના અનુસાર, ICC 8 ઓક્ટોબરે ટુર્નામેન્ટ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં પ્રેક્ટિસ મેચ 1થી 7 ઓક્ટોબર વચ્ચે યોજાવાની હતી. જો કે, ICC હવે એક ખાસ યોજના વિકસાવી રહી છે. જે ટુર્નામેન્ટની વહેલી શરૂઆત તરફ દોરી શકે છે.

Cricbuzz ના અહેવાલ મુજબ, ICC ODI વર્લ્ડ કપ 2027, 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ શરૂ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સન્માનમાં 2 ઓક્ટોબરથી આ મેગા ઇવેન્ટ શરૂ કરવાનું વિચારી રહી છે. ફાઇનલ 21 નવેમ્બરે રમાય તેવી અપેક્ષા છે. પરિણામે, આ 14 ટીમોની ટુર્નામેન્ટ લગભગ 50 દિવસ ચાલશે.

10 ટીમો ક્વોલિફાય થઈ છે

યજમાન દેશ સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ઉપરાંત, ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પહેલાથી જ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. બાકીના ચાર સ્થાનો આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર 10 ટીમોના ક્વોલિફાયર રાઉન્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. જેમાં વેસ્ટ ઇન્ડીઝ, આયર્લેન્ડ અને સહ-યજમાન નામિબિયા જેવી ટીમો તેમના સ્થાન માટે સ્પર્ધા કરશે. વધુમાં ODI વર્લ્ડ કપ 2027 નવા ફોર્મેટમાં રમાઈ શકે છે. તાજેતરમાં, ICC એ 2027 વર્લ્ડ કપ માટે ફોર્મેટમાં સુધારો કર્યો છે. જેમાં સુપર સિરીઝ સ્ટેજનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ, 12મી, 13મી અને 14મી ક્વોલિફાઇંગ ટીમ ટ્રાય-સિરીઝ રમશે. જેમાંથી ફક્ત એક જ ટીમ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ક્વોલિફાય ઠશે. જ્યાં 12ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે.

3 દેશો અને 12 ઐતિહાસિક સ્થળો

આઈસીસીએ આ ટુર્નામેન્ટ માટે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાના 12 શહેરોને સ્થળ તરીકે પસંદ કર્યા છે. દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ 8 સ્થળો છે. ઝિમ્બાબ્વેમાં 3 અને નામિબિયામાં 1 સ્થળ પસંદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, શું રોહિત શર્માના કારણે અજિત અગરકરની થશે છુટ્ટી? ચીફ સિલેક્ટરના એક્સટેન્શન પર સસ્પેન્સ

 

Follow Us
Loading...
Unable to load recommendations.