IND vs PAK, Women’s World Cup 2022: વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે વિજયી શરૂઆત કરવા માટે ભારત તૈયાર

|

Mar 05, 2022 | 8:20 PM

ICC મહિલા વર્લ્ડ કપમાં એકબીજા સામે મેદાન પર ઉતરીને ભારત અને પાકિસ્તાન ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

IND vs PAK, Women’s World Cup 2022: વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે વિજયી શરૂઆત કરવા માટે ભારત તૈયાર
India vs Pakistan (PC: ICC)

Follow us on

ન્યુઝીલેન્ડમાં મહિલા વર્લ્ડ કપ (ICC Women’s World Cup) ની શરૂઆત થઇ ચુકી છે. તેમાં સૌથી મોટી અને રોમાંચક મેચ તો હવે રમાશે. સુપર સંડેના દિવસે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ટીમો સામ સામે ટકરાશે. બે કટ્ટર હરીફો જ્યારે એક-બીજા સામે ટકરાશે ત્યારે મેચ રોમાંચક રહેશે. એટલે કે ક્રિકેટના ચાહકો માટે મેચ પૈસા વસુલ સાબિત થઇ શકે છે. વિશ્વના દરેક ક્રિકેટ ચાહક ભારત અને પાકિસ્તાનની મેચનો આતુરતાથી રાહ જોતા હોય છે.

આઈસીસી મહિલા વિશ્વ કપમાં એક બીજા સામે મેદાન પર ઉતરીને ભારત અને પાકિસ્તાનની ટીમો ટુર્નામેન્ટમાં પોત પોતાના અભિયાનની શરૂઆત કરશે. બંને જીતના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. જેના માટે બંને ટીમો એડી ચોટીનું જોર લગાવશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે 6 વાગે શરૂ થશે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

હરમનપ્રીત ફોર્મમાં આવતા ભારત મજબુત

ભારતીય ટીમ માટે સારા સમાચાર એ છે કે પાકિસ્તાન સામેની મેચ પહેલા તેના તમામ ખેલાડીઓ ફિટ છે અને ફોર્મમાં પણ છે. ભારત માટે બીજા સારા સમાચાર એ છે કે હરમનપ્રીત કૌર તેના ફોર્મમાં પરત આવી ગઇ છે. તે સંભવત ચોથા ક્રમમાં બેટિંગ માટે મેદાન પર ઉતરશે. આ સ્થાન પર બેટિંગ કરતા તેણે વોર્મઅપ મેચમાં સદી ફટકારી હતી. પાકિસ્તાન સામે તેના આ જ ફોર્મને જાળવી રાખવા ભારતીય ટીમ આશા રાખી રહ્યું છે.

મેચ પહેલા બંને ટીમના સુકાનીઓની મુલાકાત થઇ

મિતાલી રાજની ટીમ સામે ઉતરવા માટે પાકિસ્તાનની ટીમે પણ પુરી તૈયારી કરી લીધી છે. જીત માટે કોઇ કસર બાકી રાખવા માંગશે નહીં. મેચના એક દિવસ પહેલા ભારત અને પાકિસ્તાનના સુકાનીઓ વચ્ચે મુલાકાત થઇ હતી. બંનેએ સાથે ફોટો પણ પડાવ્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 11મી મેચ

આઈસીસી મહિલા વિશ્વકપમાં ટકરાતા પહેલા ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 10 વાર વન-ડેમાં સામ સામે આવી ચુક્યા છે અને તમામ મેચમાં ભારતે પાકિસ્તાનને માત આપી છે. આ 10 વન-ડેમાં 3 મેચ વિશ્વ કપમાં રમી હતી. છેલ્લી 10માંથી 9 વન-ડેમાં ભારતે મિતાલી રાજની આગેવાની હેઠળ જીત મેળવી હતી. તો એક માત્ર વન-ડે મેચમાં ઝુલન ગોસ્વામીએ ટીમનું સુકાની પદ સંભાળ્યું હતું, જેમાં ભારતે જીત મેળવી હતી.

આ પણ વાંચો : Women’s World Cup 2022: ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું, છેલ્લી ઓવરમાં થયો હાર જીતનો ફેંસલો

આ પણ વાંચો : IND vs SL: રવિન્દ્ર જાડેજાએ સદી ફટકાર્યા બાદ ભારતીય બોલરોએ શ્રીલંકાનો નિકાળ્યો વારો, 4 વિકેટ ખેરવી લીધી

Published On - 8:19 pm, Sat, 5 March 22

Next Article