ICC વર્લ્ડ કપ 2023ના સ્થળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં યોજાનાર તમામ વર્લ્ડ કપ મેચો કુલ 12 શહેરોમાં રમાશે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ટક્કર થઈ શકે છે.
ભારતમાં રમાનાર ICC વર્લ્ડ કપનું આવતીકાલે સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. જેના એક દિવસ પહેલા સૂત્રો દ્વારા મોટી માહિતી સામે આવી છે. વર્લ્ડ કપનું આયોજન ભારતમાં કુલ 12 શહેરોમાં કરવામાં આવશે જેના નામ સામે આવ્યા છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, તિરુવનંતપુરમ, મુંબઈ, અમદાવાદ, પુણે, લખનૌ, દિલ્હી, ગુવાહાટી, કોલકાતા અને ધર્મશાળામાં પણ મેચો રમાશે.
Wankhede and Eden gardens both Iconic venues frontrunners to host the semifinals of this World Cup 2023.
If India qualify for the semifinals, they will play their semifinal match in Wankhede. (To PTI) pic.twitter.com/Od0V8QcAqU
— CricketMAN2 (@ImTanujSingh) June 26, 2023
ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો પણ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં જ રમાશે. 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ અમદાવાદમાં નહીં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે તેમની અરજીને ફગાવી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
Semi-final venues for World Cup 2023: [ANI]
– Eden Gardens
– Wankhede Stadium. pic.twitter.com/ML6N8qPKjI
— Johns. (@CricCrazyJohns) June 26, 2023
આ પણ વાંચોઃ ODI Wolrd Cup Qualifier : ઝિમ્બાબ્વેએ ODI ક્રિકેટ ઈતિહાસમાં બીજી સૌથી મોટી જીત નોંધાવી, ભારત હજી પણ ટોપ પર
ICC દ્વારા આવતીકાલે વર્લ્ડ કપ 2023નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેવર કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર ICCએ વર્લ્ડ કપ 2023 માટે BCCI દ્વારા તૈયાર કરાયેલા શેડ્યૂલને મંજૂરી આપી દીધી છે. એવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે તે લગભગ નક્કી છે.