
ODI વર્લ્ડ કપને હવે ઓછો સમય બાકી રહ્યો છે. જેમ-જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ-તેમ ફેન્સમાં ક્રિકેટ વર્લ્ડ કપને લઈ ઉત્સાહ સતત વધી રહ્યો છે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે, જેને લઈ ભારતીય ક્રિકેટ ચાહકો ખૂબ જ ખુશ છે અને હવે બધા જ ક્રિકેટના મહાકુંભના શેડ્યૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપની રાહ જોઈ રહેલ ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 27 જૂનના દિવસે મંગળવારે ICC વનડે વર્લ્ડ કપની સત્તાવાર જાહેરાત કરી શકે છે અને મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી શકે છે. જેમાં મેચોની તારીખની સાથે વેન્યુ પણ જાહેર કરવામાં આવશે.
The ICC will announce the 2023 World Cup schedule at an event in Mumbai on 27th June.
100 days will be remaining after the schedule announcement! pic.twitter.com/aoB3cjpwSO
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 24, 2023
વર્લ્ડ કપ 2023નો શેડ્યૂલ 27 જૂનના દિવસે જાહેર કરવામાં આવશે. ICC વર્લ્ડ કપ શરૂ થવાના 100 દિવસ પહેલા શેડ્યૂલ જાહેર કરશે. વર્લ્ડ કપ સંભવિત 5 ઓક્ટોબરે શરૂ થશે અને 27 જૂનથી 5 ઓકટોબર વચ્ચે 100 દિવસનો સમય છે, એવામાં વર્લ્ડ કપ શરૂ થવાના 100 દિવસ પહેલા ICC વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કરશે એવું માનવામાં આવી રહ્યું છે.
વનડે વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની યજમાનીમાં રમાવાનો છે. જેનું સંપૂર્ણ શેડ્યૂલ હજી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે. જેમાં આઠ ટીમો પહેલાથી જ ક્વોલિફાય કરી ચૂકી છે અને બે સ્થાન માટે ઝીમ્બાબ્વેમાં ક્વોલિફાયર રાઉન્ડ ચાલી રહ્યા છે, જેમાં ટોપ-2માં રહેનાર ટીમ નવમી અને દસમી ટીમ તરીકે ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
International Cricket Council will officially announce the World Cup schedule on June 27 in Mumbai
More here: https://t.co/rzTIpjh8bc#CWC23 #CricketTwitter pic.twitter.com/d2aYmiAgWa
— CricWick (@CricWick) June 24, 2023
વર્લ્ડ કપ પહેલા એશિયા કપ પણ યોજાશે, જેના પાકિસ્તાનમાં આયોજનને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડની નારાજગીના કારણે હવે શ્રીલંકામાં અમુક મેચો યોજાશે, જે બાદ પાકિસ્તાનની ભારતમાં વર્લ્ડ કપ ન રમવાની ધમકીના કારણે વનડે વર્લ્ડ કપના શેડ્યૂલને જાહેર કરવામાં વિલંબ થયો છે. જોકે હવે સૂત્રોના જણાવ્યા અનુસાર 27 જૂનના દિવસે ICC વનડે વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરશે.