T20 લીગ પર લગામ લગાવવા ICC નવા નિયમો કરશે જાહેર, IPLની ફોર્મુલા અપનાવશે

|

Jun 13, 2023 | 8:23 PM

થોડા અઠવાડિયા પહેલા ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયે અમેરિકાની નવી T20 ટૂર્નામેન્ટ મેજર લીગ ક્રિકેટમાં રમવા માટે તેના બોર્ડ સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો, જેણે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી. જે બાદ હવે ICC ટેસ્ટ ક્રિકેટને બચાવવા નવા નિયમો કરશે જાહેર.

T20 લીગ પર લગામ લગાવવા ICC નવા નિયમો કરશે જાહેર, IPLની ફોર્મુલા અપનાવશે
ICC will announce new rules

Follow us on

એક તરફ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)માં ભારતીય ક્રિકેટ ટીમની હાર માટે IPLને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ઈન્ડિયન (ICC) T20 લીગની ફોર્મ્યુલા અપનાવવા જઈ રહી છે. વિશ્વભરમાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટના ઝડપથી વધી રહેલા નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર તેની અસરને બચાવવા માટે ICC આવતા મહિને કેટલાક મોટા નિર્ણયો લેવા જઈ રહી છે.

બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફે એક વિશેષ અહેવાલ પ્રકાશિત કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે T20 ફ્રેન્ચાઈઝી ક્રિકેટ પર લગામ લગાવવા માટે ICC આવતા મહિને બે નવા નિયમો લાવવા જઈ રહી છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને આ ફ્રેન્ચાઈઝીની જાળમાં ફસાતા અટકાવી શકશે. જેથી જેસન રોય જેવી સ્થિતિ ન સર્જાય, જેણે મેજર લીગ ક્રિકેટ માટે ઈંગ્લેન્ડનો કરાર છોડી દીધો હતો.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

વિદેશી ખેલાડીઓની સંખ્યામાં ઘટાડો

રિપોર્ટ અનુસાર, ICC ફ્રેન્ચાઇઝી લીગ માટે આવા બે નિયમો લઈને આવી રહ્યું છે, જેની સૌથી વધુ અસર ILT20 અને અમેરિકાની મેજર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર પડશે. આમાં પહેલો નિયમ પ્લેઇંગ ઇલેવનમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા છે. ICC તેને માત્ર 4 વિદેશી ખેલાડીઓ સુધી મર્યાદિત કરવા જઈ રહ્યું છે. હાલમાં ILT20 9 વિદેશી ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન છે, જ્યારે અમેરિકન લીગમાં 6 વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે.

ક્રિકેટ બોર્ડ ફી લેશે

બીજો નિયમ નેશનલ બોર્ડ સાથે ખેલાડીઓના વળતર સાથે સંબંધિત છે. આ નિયમ હેઠળ, જો એક લીગ દ્વારા કોઈ વિદેશી ખેલાડીને કરારબદ્ધ કરવામાં આવે છે તો તેમણે ખેલાડીની સાથે તે ખેલાડીના નેશનલ ક્રિકેટ બોર્ડને પણ કેટલીક રકમ ચૂકવવાની હોય છે. એટલે કે જે રકમ માટે વિદેશી ખેલાડીને સાઈન કરવામાં આવશે તેના 10% રકમ તે ખેલાડીના બોર્ડને પણ ચૂકવવાની રહેશે.

આ પણ વાંચોઃ Womens Emerging Asia Cup 2023: ટીમ ઈન્ડિયાની માત્ર 32 બોલમાં ધમાકેદાર જીત, શ્રેયંકા પાટીલની 5 વિકેટ

Indian Premier League

બંને નિયમો IPLમાં પહેલેથી જ છે

ખાસ વાત એ છે કે આ બંને નિયમો શરૂઆતથી જ IPLનો ભાગ છે. IPLમાં પ્લેઈંગ ઈલેવનમાં 4 થી વધુ વિદેશી ખેલાડીઓ રાખવાની ક્યારેય મંજૂરી નથી. IPL 2023ની સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમ હોવા છતાં પણ ચારથી વધુ વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ 11માં સ્થાન આપવામાં નથી આવ્યું. તો બીજી તરફ BCCI પહેલાથી જ વિદેશી ખેલાડીઓની હરાજી કિંમતના 10% તેમના બોર્ડને આપી રહ્યું છે.

ફ્રેન્ચાઇઝીઓની નજર ખેલાડીઓ પર

આ બંને નિયમો પર આગામી મહિને યોજાનારી ICCની બેઠકમાં મહોર મારવામાં આવશે. આ નિયમો લાવવાનું મુખ્ય કારણ ઘણી IPL ફ્રેન્ચાઇઝીના પ્રયાસો છે, જેના હેઠળ તેઓ આખા વર્ષ માટે કેટલાક ખેલાડીઓને સાઇન કરવા માંગે છે. આ નિયમથી ખેલાડીઓના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર થવાનું જોખમ ઘટશે. બીજું, આ લીગને સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવાની જવાબદારી પણ નિભાવવી પડશે. ત્રીજું, આવનારા સમયમાં ક્રિકેટ બોર્ડની કમાણી પર કોઈ ખતરો નહીં રહે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article