ICC Test Rankings : માર્નસ લાબુશેનને પછાડી જો રૂટ બન્યો નંબર-1 ટેસ્ટ બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

|

Jun 21, 2023 | 6:45 PM

એશિઝ 2023ની પહેલી ટેસ્ટમાં સદી ફટકારી ઈંગ્લેન્ડની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર જો રૂટને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. રૂટ ICC Test Rankingsમાં નંબર-1 ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે.

ICC Test Rankings : માર્નસ લાબુશેનને પછાડી જો રૂટ બન્યો નંબર-1 ટેસ્ટ બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ
Joe Root No 1 Test Batsman

Follow us on

એજબેસ્ટન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવી એશિઝ 2023ની વિજયી શરૂઆત કરી હતી અને સીરિઝમાં 1-0ની સરસાઈ પણ મેળવી લીધી હતી. પહેલી ટેસ્ટ બાદ ટેસ્ટ રેન્કિંગમાં ઘણા ફેરફાર થયા હતા અને ઈંગ્લેન્ડની હાર છતાં તેમના પૂર્વ કપ્તાન જો રૂટને મોટો ફાયદો થયો હતો. જો રૂટે ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેનની ટેસ્ટના નંબર 1 બેટ્સમેન તરીકેની ખુરશી પર કબજો કરી લીધો હતો. લેટેસ્ટ ICC Test Rankingsમાં જો રૂટ નંબર-1 ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે.

ICC રેન્કિંગમાં જો રૂટ ટોપ પર

પહેલી એશિઝ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ પર હતો. પરંતુ મેચ પૂર્ણ થયા બાદ લેટેસ્ટ ICC રેન્કિંગમાં જો રૂટ પહેલા સ્થાને પહોંચી ગયો હતો. જો રૂટે એજબેસ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી જ્યારે બીજી ઇનિંગમાં 46 રન બનાવ્યા હતા. જ્યારે બીજી તરફ માર્નસ લાબુશેને પહેલી પહેલી ઇનિંગમાં શૂન્ય રન પર આઉટ થયો હતો જ્યારે બીજી ઇનિંગમાં માત્ર 13 રન જ બનાવી શક્યો હતો.

ICC Test Rankings

લાબુશેન 6 મહિના રેન્કિંગમાં ટોચ પર રહ્યો

એજબેસ્ટન ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન કરનાર માર્નસ લાબુશેનને રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં પણ માર્નસ લાબુશેન કંઈ ખાસ કરી શક્યો નહોતો જેનું પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને રેન્કિંગમાં નુકસાન સહન કરવું પડ્યું છે. માર્નસ લાબુશેન બેસ્ટમેનોના Test Rankingsમાં બીજા નંબરે સરકી ગયો છે. માર્નસ લાબુશેન લગભગ 6 મહિના સુધી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર હતો, પરંતુ હવે જો રૂટ નંબર વન પર પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ Ashes: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ICCએ ફટકાર્યો દંડ, WTC પોઈન્ટ્સ પણ કપાયા, જાણો કેમ?

જો રૂટે 30મી ટેસ્ટ સદી ફટકારી

એજબેસ્ટન ટેસ્ટના પ્રથમ દાવમાં જો રૂટે સદી ફટકારી હતી. જો રૂટની ટેસ્ટ કારકિર્દીની આ 30મી સદી હતી. આ સાથે જ જો રૂટે મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનની 29 સદીને ઓવરટેક કરી રેકોર્ડ બનાવ્યો હતો અને ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે 14માં ક્રમે પહોંચી ગયો હતો. વર્તમાન સમયમાં ટેસ્ટ રમતા ખેલાડીઓમાં સૌથી વધુ ટેસ્ટ સદી મામલે હવે સ્ટીવ સ્મિથ જ તેનાથી આગળ છે. સ્મિથના નામે 31 ટેસ્ટ સેન્ચુરી છે. જ્યારે ભારતના વિરાટ કોહલી અને ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સને 28-28 ટેસ્ટ સદી ફટકારી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article