ICC Test Rankings 2022: જસપ્રીત બુમરાહને ટેસ્ટ મેચમાં તેના શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું, રેન્કિંગમાં મોટો ઉછાળો

|

Mar 16, 2022 | 5:42 PM

ICC એ ટેસ્ટ મેચની રેન્કિંગ જાહેર કરી છે. જેમાં જસપ્રીત બુમરાહ અને શ્રીલંકાના ખેલાડી દિમુથ કરુણારત્નેને ફાયદો થયો છે.

ICC Test Rankings 2022: જસપ્રીત બુમરાહને ટેસ્ટ મેચમાં તેના શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું, રેન્કિંગમાં મોટો ઉછાળો
Jasprit Bumrah (PC: BCCI)

Follow us on

ટીમ ઈન્ડિયાએ (Team India) શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાની ટીમને ટી20 સીરિઝ બાદ ટેસ્ટ સીરિઝમાં પણ 2-0 થી કારમી હાર આપી હતી. ભારતીય ટીમની સીરિઝ જીતમાં રવિન્દ્ર જાડેજા સહિત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની શાનદાર બોલિંગના કારણે તેણે શ્રીલંકાના ખેલાડીઓને વધુ સમય સુધી બેટિંગ કરવા દીધી ન હતી. તેના આ પ્રદર્શનના કારણે તેને ICC ટેસ્ટ રેન્કિંગ (ICC Test Ranking) માં ફાયદો થયો છે. જસપ્રીત બુમરાહ ICC બોલરોની ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવતા ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે 6 સ્થાનની છલાંગ લગાવી છે. બીજી તરફ શ્રીલંકાના બેટ્સમેન દિમુથ કરુણારત્નેને પણ ફાયદો થયો છે. તેઓ પાંચમા સ્થાને છે.

મૂળ ગુજરાતના અને ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર એવા જસપ્રીત બુમરાહે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 10 વિકેટ ઝડપી હતી. આનાથી તેને ટેસ્ટ રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે. જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં છ સ્થાનની છલાંગ લગાવીને ચોથા નંબર પર પહોંચી ગયો છે. જ્યારે ભારતીય સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન આ યાદીમાં બીજા સ્થાને યથાવત છે. તમને જણાવી દઇએ કે રવિચંદ્રન અશ્વિનના 850 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે જસપ્રીત બુમરાહના 830 રેટિંગ પોઈન્ટ છે. આ યાદીમાં પેટ કમિન્સ પ્રથમ સ્થાને છે. સાઉથ આફ્રિકાનો બોલર કાગીસો રબાડા ત્રીજા નંબર પર છે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

 

બીજી તરફ બેટ્સમેનોની રેન્કિંગની વાત કરીએ તો શ્રીલંકા ટીમના ખેલાડી દિમુથ કરુણારત્નેને પણ ટેસ્ટ રેન્કિગમાં ફાયદો થયો છે. તેઓ ત્રણ સ્થાન આગળ વધીને પાંચમા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે ભારતીય સુકાની રોહિત શર્મા છઠ્ઠા સ્થાને યથાવત છે. તો બીજી તરફ ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની વિરાટ કોહલીને ટેસ્ટ રેન્કિંગમાં ભયંકર નુકસાન થયું છે. તે ચાર સ્થાન નીચે સરકીને 9મા નંબર પર આવી ગયા છે. તો રિષભ પંત 10મા સ્થાને યથાવત છે.

આ પણ વાંચો : ENGW vs INDW: ઈંગ્લેન્ડ સામે ભારતની કારમી હાર પાછળનું કારણ શું હતું ? મિતાલી અને ઝુલને જવાબ આપ્યો

આ પણ વાંચો : IPL 2022 : યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સનું એકાઉન્ટ ‘હેક’ કરી પોતાને કેપ્ટન બનાવ્યો

 

Next Article