T20 World Cup Breaking News: સિકંદર રઝાની સેનાનો જાદુ! ઓમાન સામે એકતરફી મેચમાં ઝિમ્બાબ્વેનો ભવ્ય વિજય

ઝિમ્બાબ્વે અને ઓમાન વચ્ચેનો આ T20 વર્લ્ડ કપ 2026નો મુકાબલો એકતરફી રહ્યો હતો, જેમાં ઝિમ્બાબ્વેએ જીતની સાથે પોતાના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી છે.

T20 World Cup Breaking News: સિકંદર રઝાની સેનાનો જાદુ! ઓમાન સામે એકતરફી મેચમાં ઝિમ્બાબ્વેનો ભવ્ય વિજય
Image Credit source: Cricinfo
| Updated on: Feb 09, 2026 | 6:15 PM

કોલંબોમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો કેપ્ટન સિકંદર રઝાનો નિર્ણય એકદમ સાચો સાબિત થયો, કારણ કે ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલરોએ શરૂઆતથી જ ઓમાન પર દબાણ બનાવી દીધું હતું. ઓમાનની બેટિંગ પત્તાની મહેલની જેમ વિખેરાઈ ગઈ અને એક સમયે તેની 5 વિકેટ માત્ર 27 રનમાં જ પડી ગઈ હતી.

ફાસ્ટ બોલરોનો ‘તરખાટ’

ઓમાન તરફથી વિનાયક શુક્લા (28) અને સુફિયાન મહેમૂદ (25) વચ્ચેની 42 રનની ભાગીદારીએ ઓમાનને 100 રનને પાર પહોંચાડ્યું હતું પરંતુ ઝિમ્બાબ્વેના રિચાર્ડ નગારવા અને બ્લેસિંગ મુઝારબાનીની ઘાતક બોલિંગ સામે આખી ટીમ 19.5 ઓવરમાં 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વેની ટીમ તરફથી રિચાર્ડ નગારવા (3/17), બ્લેસિંગ મુઝારબાની (3/16) અને બ્રેડ ઇવાન્સ (3/18) એ ઘાતક બોલિંગ કરીને 3-3 વિકેટ ઝડપી હતી.

ઝિમ્બાબ્વેની ટીમે આક્રમક વલણ અપનાવ્યું

104 રનના નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે આક્રમક વલણ અપનાવ્યું હતું. ઓપનર ટી. મારુમનીએ ઝડપી 21 રન બનાવીને સારી શરૂઆત અપાવી હતી પરંતુ સુફિયાન મહેમૂદે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને ઓમાનની વાપસીની આશા જગાડી હતી.

જો કે, ત્યારબાદ બ્રાયન બેનેટ (45*) અને અનુભવી બ્રેન્ડન ટેલરે (31*) ઇનિંગને સંભાળી હતી અને સાવચેતીપૂર્વક રમીને ઓમાનના બોલરોને હાવી થવાની કોઈ તક આપી નહોતી. ટૂંકમાં ઝિમ્બાબ્વેએ 13.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને આ જીત પોતાના નામે કરી હતી.

T20 WC Breaking : T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર જોવા મળી આટલી વિસ્ફોટક બેટિંગ, મોટો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો

Published On - 6:03 pm, Mon, 9 February 26