
આઈસીસી ટી20 વર્લ્ડકપની 10મી સીઝન ભારત અને શ્રીલંકાના સહ-યજમાનપદ હેઠળ રમાશે, જેના માટે શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ટી20 વર્લ્ડકપની શરુઆત 7 ફેબ્રુઆરીથી થશે. તેમજ ફાઈનલ મેચ 8 માર્ચના રોજ રમાશે. આ દરમિયાન ભારતમાં 5 શહેરોમાં ટી20 વર્લ્ડકપની મેચ રમાશે. તોશ્રીલંકાના 3 મેદાન પર આ મેગા ઈવેન્ટની મેચ રમાશે. હવે આઈસીસીએ ટી20 વર્લ્ડકપ 2026ને લઈ ચાહકો માટે ટિકિટ લઈને આવ્યા છે.
ટી20 વર્લ્ડકપ 2026ની મેજની ટિકિટ વેચાવાની શરુ 11 ડિસેમ્બરથી થઈ ચૂકી છે. આને લઈ આઈસીસી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, સૌથી ઓછી ટિકિટની પ્રાઈઝ માત્ર 100 રુપિયા રાખવામાં આવી છે. જેના માટે ચાહકો મોટી સંખ્યામાં મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવી શકે. શ્રીલંકામાં રમાનારી મેચની સૌથી ઓછી કિંમત 1000 શ્રીલંકા રુપિયા છે. ચાહકો https://tickets.cricketworldcup.com/explore/c/icc-mens-t20-world-cup-2026 આ લિંક પર ક્લિક કરી ટી20 વર્લ્ડકપ માટે મેચની ટિકિટ ખરીદી શકે છે. અત્યારે આઈસીસી દ્વારા ગ્રુપ મેચને લઈ ટિકિટ સેલ કરવાનું શરુ કર્યું છે.
ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં રમાનારા ટી20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે. જેમાં ટૂર્નામેન્ટની ફાઈનલ સહિત કુલ 55 મેચ રમાશે. જેમાં સૌથી વધારે નજર ગ્રુપ એમાં ભારત અને પાકિસ્તાન વચ્ચટે 15 ફ્રેબુઆરીના રોજ રમાનારી મેચ પર રહેશે. જે કોલંબોના પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ટિકિટને લઈ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય ટૂર્નામેન્ટમાં આ મેચ સિવાય અનેક મોટી મેચ રમાશે.
જાણો કેવી રીતે ખરીદી શકશો ટિકિટ
ભારત વિરુદ્ધ યુએસએ, 7 ફેબ્રુઆરી, મુંબઈ,ભારત વિરુદ્ધ નામિબિયા, 12 ફેબ્રુઆરી, દિલ્હી,ભારત વિરુદ્ધ પાકિસ્તાન, 15 ફેબ્રુઆરી, કોલંબોસભારત વિરુદ્ધ નેધરલેન્ડ, 18 ફેબ્રુઆરી, અમદાવાદ,આઈસીસી મુજબ આ વખતે પણ ટૂર્નામેન્ટનું ફોર્મેટ 2024 જેવું જ છે. જેમાં 20 ટીમોને 5 ગ્રુપમાં રાખવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોપ પર રહેનારી ટીમ સુપર-8માં એન્ટ્રી કરશે. જ્યાંથી 4 ટીમ સેમિફાઈનલમાં પહોંચશે.
Published On - 9:49 am, Fri, 12 December 25