ICC Rankings: રવિન્દ્ર જાડેજા ટોચ પરથી ત્રીજા સ્થાન પર ધકેલાયો, ઋષભ પંતને પણ રેન્કિંગમાં ફટકો

|

Jun 30, 2021 | 7:56 PM

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) જેસન હોલ્ડરને પાછળ રાખીને નંબર વન પર પહોંચ્યો હતો. WTC Final પહેલા જાડેજા ટોપર બન્યો હતો, હોલ્ડર હવે ફરીથી ટોચના સ્થાને પહોંચ્યો છે.

ICC Rankings: રવિન્દ્ર જાડેજા ટોચ પરથી ત્રીજા સ્થાન પર ધકેલાયો, ઋષભ પંતને પણ રેન્કિંગમાં ફટકો
Team India

Follow us on

આઈસીસી રેન્કિંગ (ICC Ranking)માં કેન વિલિયમસન (Kane Williamson) ફરી એકવાર નંબર વનના સ્થાન પર આવી ચુક્યો છે. જ્યારે ઓસ્ટ્રેલીયાનો સ્ટીવ સ્મિથ બીજા ક્રમે ધકેલાઈ ગયો છે. વિરાટ કોહલી (Virat Kohli)ના રેન્કિંગમાં કોઈ જ ફેરફાર નથી થયો. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને ઋષભ પંત (Rishabh Pant)ને રેન્કિંગમાં નુકશાન પહોંચ્યુ છે. જાડેજાએ નંબર વનનું સ્થાન મેળવ્યું છે.

 

કેન વિલિયમસન આ પહેલા બીજા સ્થાને સરકી ગયો હતો, જેને સ્મિથે પાછળ રાખી દીધો હતો. પરંતુ હવે કેપ્ટન વિલિયમસન ફરીથી ટોપર બની ગયો છે. તેણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં ભારત સામે 49 રનની અને અણનમ 52 રનની ઈનીંગ રમી હતી. વિલિયમસને પોતાની ટીમને તો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન તો બનાવી દીધી છે, સાથે જ હવે તે પોતે પણ ટેસ્ટનો નંબર વન બેટ્સમેન બની ચુક્યો છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

સ્ટીવ સ્મિથ હાલમાં 891 રેન્કિંગ પોઈન્ટ ધરાવે છે, જે કિવીના કેપ્ટન કરતા 10 પોઈન્ટ જ પાછળ છે. વિલિયમસન રેટીંગ પોઈન્ટ 901 ધરાવે છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ચોથા સ્થાન પર યથાવત છે, તે 812 પોઈન્ટ ધરાવે છે. રોહિત શર્મા પણ છઠ્ઠા સ્થાન પર યથાવત રહ્યો છે. જોકે તેની સાથે સંયુક્ત રીતે છઠ્ઠા સ્થાન પર રહેલ ઋષભ પંતે એક ક્રમાંક પાછળ હટવુ પડ્યુ છે. તે હવે સાતમા ક્રમે ધકેલાયો છે.

 

ન્યુઝીલેન્ડના ઓપનર ડેવેન કોન્વેને રેન્કિંગમાં સુધારો થયો છે. તેણે હજુ ત્રણ જ ટેસ્ટ મેચ રમી છે. તે હવે 18 સ્થાન આગળ વધીને 42માં સ્થાન પર પહોંચ્યો છે. તેણે ફાઈનલ મેચમાં અર્ધશતક લગાવ્યુ હતુ. રોઝ ટેલરને પણ ત્રણ ક્માંકનો ફાયદો થયો છે. તે હવે 14માં સ્થાન પર છે. કિવી સામે ફાઈનલ મેચમાં એક રનથી અર્ધશતક ચૂકનારા ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટનને પણ રેન્કિંગમાં સુધારો થયો છે. વાઈસ કેપ્ટન અજીંક્ય રહાણે હવે 16માં સ્થાનથી 13માં સ્થાન પર આવી ચુક્યો છે.

 

જાડેજા પાછળ ધકેલાયો

વિશ્વના નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ખુરશી લાંબી ટકી નથી. જાડેજાને જેસન હોલ્ડરે પાછળ રાખીને ફરી એકવાર નંબર વનનું સ્થાન હાંસલ કર્યુ છે. જાડેજાને બે સ્થાન પાછળ ધકેલાઈ જવુ પડ્યુ છે. આમ જાડેજા ટોચ પરથી સીધો જ ત્રીજા સ્થાન પર આવી પહોંચ્યો છે. જ્યારે બેન સ્ટોક્સ બીજા સ્થાને છે. રવિન્દ્ર જાડેજા ફાઈનલમાં રન અને વિકેટ બંનેના મામલામાં નોંધપાત્ર રમત નહીં દર્શાવવાનું નુકશાન પહોંચ્યુ છે.

 

બોલીંગમાં અશ્વિન નંબર ટુ

ભારતીય સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન નંબર બીજા સ્થાન પર છે. ઝડપી બોલર પેટ કમિન્સ નંબર વન બની રહ્યો છે. જ્યારે ત્રીજા સ્થાન પર ન્યુઝીલેન્ડની ટીમનો ઝડપી બોલર ટીમ સાઉથી અને નીલ વેગનર ત્રીજા અને ચોથા નંબર પર છે.

 

Published On - 7:10 pm, Wed, 30 June 21

Next Article