ICC Ranking: વિરાટ કોહલી અને રોહિત શર્મા યથાવત, બુમરાહ એક સ્થાનના નુકશાન સાથે પાંચમાં નંબરે

|

May 26, 2021 | 11:12 PM

ICC એ વન ડે ક્રિકેટ માટે ની રેન્કિંગ (ICC ODI Ranking) જાહેર કર્યુ હતુ. ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) રેન્કિંગમાં બીજા સ્થાને યથાવત છે. જ્યારે રોહિત શર્મા (Rohit Sharma) ત્રીજા સ્થાને યથાવત રહ્યો છે. જ્યારે બોલીંગ વિભાગમાં જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) પાંચમાં સ્થાને છે.

ICC Ranking: વિરાટ કોહલી અને રોહિત શર્મા યથાવત, બુમરાહ એક સ્થાનના નુકશાન સાથે પાંચમાં નંબરે
Rohit Sharma-Virat Kohli-Jasprit Bumrah

Follow us on

ICC એ વન ડે ક્રિકેટ માટે ની રેન્કિંગ (ICC ODI Ranking) જાહેર કર્યુ હતુ. ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) રેન્કિંગમાં બીજા સ્થાને યથાવત છે. જ્યારે રોહિત શર્મા (Rohit Sharma) ત્રીજા સ્થાને યથાવત રહ્યો છે. જ્યારે બોલીંગ વિભાગમાં જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) પાંચમાં સ્થાને છે. તેણે એક સ્થાનનુ નુકશાન વેઠ્યુ છે, તે 690 પોઇન્ટ ધરાવે છે. બાબર આઝમ (Babar Azam) બેટીંગમાં અને ટ્રેન્ટ બોલ્ટ બોલીંગમાં ટોચ પર છે.

વિરાટ કોહલી 857 અને રોહિત શર્મા 825 ધરાવે છે. પાકિસ્તાન ના કેપ્ટન બાબર આઝમ બેટીંગ રેન્કિંગમાં 865 પોઇન્ટ સાથે સૌથી ઉપર છે. બોલીંગ વિભાગમાં ન્યુઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ 737 પોઇન્ટ સાથે ટોપ પર છે. બોલ્ટ બાદ બાંગ્લાદેશનો મહેંદી હસન (Mehendi-hasan) 725 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. અફઘાનીસ્તાનનો મુજીબ ઉર રહેમાન 708 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે ચોથા ક્રમે ન્યુઝીલેન્ડનો મેટ હેનરી 691 પોઇન્ટ ધરાવે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

શ્રીલંકા સામેની વર્તમાન વિશ્વ કપ સુપર લીગ સિરીઝ ની પ્રથમ બંને મેચમાં સારા પ્રદર્શનને લઇને હસન બીજા ક્રમે પહોંચ્યો છે. જે ટોપ ટુ માં સ્થામ મેળવવાના મામલે તે બાંગ્લાદેશનો ત્રીજો બોલર છે. ઓલરાઉન્ડર શાકિબ અલ હસન 2009માં પ્રથમ વખત બોલીંગ રેન્કીંગમાં ટોચનુ સ્થાન હાંસલ કર્યુ હતુ. જ્યારે ડાબા હાથ ના સ્પિનર અબ્લુર રજાક 2010માં બીજા સ્થાને પહોંચી શક્યો હતો.

Next Article