ICC Ranking: ન્યુઝીલેન્ડ માટે શનિવાર ભારે રહ્યો! ભારત સામે હાર બાદ પડતી, શ્રેણી ગુમાવવા સાથે નંબર 1 નો તાજ ગુમાવ્યો

|

Jan 22, 2023 | 2:17 PM

ICC ODI Ranking: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં 2-0 ની લીડ મેળવી છે, આ સાથે જ ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણી પોતાને નામ કરી લીધી છે. રાયપુરમાં શનિવારે હાર બાદ હવે કિવી ટીમનો નંબર વનનો તાજ પણ છીનવાઈ ગયો.

ICC Ranking: ન્યુઝીલેન્ડ માટે શનિવાર ભારે રહ્યો! ભારત સામે હાર બાદ પડતી, શ્રેણી ગુમાવવા સાથે નંબર 1 નો તાજ ગુમાવ્યો
ICC ODI Ranking માં કિવી ટીમ નિચે સરકી

Follow us on

ન્યુઝીલેન્ડની ટીમને શનિવારે વનડે મેચ ગુમાવવા સાથે ખુબ નુક્શાન વેઠવાનો વારો આવ્યો છે. ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. જે સિરીઝ હવે ભારતના નામે થઈ ચુકી છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે શનિવારે સિરીઝની બીજી વનડે મેચ 5 વિકેટથી જીતી લીધી હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમને મોટુ નુક્શાન વેઠવુ પડ્યુ હતુ. ન્યુઝીલેન્ડ વનડે ક્રિકેટમાં દુનિયાની નંબર વન ટીમ તરીકે રાજ કરતી હતી. ભારત પ્રવાસે આવતા જ આ તાજને ગુમાવી દેવો પડ્યો હતો. પહેલા હૈદરાબાદમાં અને બાદમાં રાયપુરમાં હારનો સામનો ભારત સામે કરવો પડ્યો હતો. આ સાથે જ તેણે પડતીનો અહેસાસ કર્યો હતો.

કિવી ટીમ માટે શનિવાર ભારે રહ્યો હતો. પહેલા તો કિવી ટીમની શરુઆત ભારત સામે ખરાબ રહેતા 15 રનના સ્કોરમાંજ અડધી ટીમ પેવિલયન પરત ફરી ગઈ હતી થોડો ગણો પ્રયાસ ભારતીય બોલરો સામે ટકવાનો કરવા છતાં ટીમ 108 રનમાં જ સમેટાઈ ગઈ અને શરમજનક હાર કિવી ટીમે મેળવી હતી.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

ન્યુઝીલેન્ડ માટે ભાર રહ્યો શનિવાર

શનિવારે રાયપુરમાં મેચ ગુમાવવા સાથે જ ન્યુઝીલેન્ડની ટીમ વનડે સિરીઝમાં ટ્રોફીનો દાવો ગુમાવી ચુકી હતી. ભારતીય ટીમે રાયપુરની વનડે જીતીને ટ્રોફી માટે અજેય 2-0 થી લીડ મેળવી લીધી હતી. આ સાથે જ કિવી ટીમે મેચ ગુમાવ્યા બાદ સિરીઝ પણ ગુમાવી દીધી હતી. આમ પ્રવાસમાં શરુઆતે જ શ્રેણી ગુમાવવા સાથે ટીમ ન્યુઝીલેન્ડે વિશ્વમાં પોતાનો ટોચનો દબદબો પણ ગુમાવી દીધો હતો. ભારત સામે હાર મળવાથી નંબર વનનુ સ્થાન ન્યુઝીલેન્ડની ટીમે ગુમાવ્યુ હતુ.

આઈસીસીના નવા રેન્કીંગમાં હવે ઈંગ્લેન્ડની ટીમના માથે નંબર વનનો તાજ છે. કિવી ટીમની હારનો સીધો ફાયદો ઈંગ્લેન્ડની ટીમને થયો હતો. ન્યુઝીલેન્ડની ટીમ હવે વનડે રેન્કીંગમાં બીજા સ્થાને સરક્યુ છે. જોકે ભારતીય ટીમની વાત કરવામાં આવે તો ભારત હાલમાં ત્રીજા સ્થાને છે. હવે એક જીત માત્રથી ભારતીય ટીમ નંબર વનના તાજ પર પહોંચી શકે છે. આ સાથે જ ઈંગ્લેન્ડ બીજા અને ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને સરકી જઈ શકે છે.

 

ભારત ત્રીજા સ્થાને

આ પહેલા ભારતીય ટીમ રેન્કિંગમાં ચોથા સ્થાન પર હતુ. કિવી ટીમને એક બાદ એક સળંગ બંને મેચમાં હાર આપ્યા બાદ ભારતીય ટીમ હવે ચોથાથી એક સ્થાન આગળ ત્રીજા ક્રમે પહોંચ્યુ છે. આ પહેલા રેટિંગમાં કિવી ટીમ 115 રેટિંગ આંક ધરાવતુ હતુ. જે હવે 2 આંક ઘટીને 113 થયા છે, જ્યારે ભારત પાસે પહેલા 111 આંક હતા.

હવે ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ભારત એમ ત્રણેય પાસે એક સરખા રેટિંગ આંક છે. એટલે કે પ્રથમ, બીજા અને ત્રીજા એમ ત્રણેય ક્રમાંક પાસે સરખા રેટિંગ આંક છે. આમ હવે ભારત ન્યુઝીલેન્ડને ઈન્દોરમાં હરાવી દેશે, તો ટીમ ઈન્ડિયા નંબર વનનુ સ્થાન મેળવી શકે છે. આવો મોકો ચાર વર્ષ બાદ ભારતને મળશે કે નંબર વન ક્રમાંક પર બિરાજમાન હશે.

 

Published On - 1:57 pm, Sun, 22 January 23

Next Article