ICC Men Test Team Of the Year: ભારતના આ 3 ખેલાડીઓને મળ્યું સ્થાન, આ દિગ્ગજ ખેલાડી બન્યો કેપ્ટન

ICCની ટેસ્ટ ટીમમાં પાકિસ્તાનના હસન અલી, ફવાદ આલમ અને શાહીન અફરિદી, શ્રીલંકાના દિમુથ કરૂણારત્ને, ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન, ઈંગ્લેન્ડમાંથી જો રૂટને જગ્યા મળી.

ICC Men Test Team Of the Year: ભારતના આ 3 ખેલાડીઓને મળ્યું સ્થાન, આ દિગ્ગજ ખેલાડી બન્યો કેપ્ટન
Indian Cricket Team (File Image)
| Edited By: | Updated on: Jan 20, 2022 | 5:59 PM

ICCએ વર્ષ 2021ની મેન્સ ટેસ્ટ ટીમ (2021 ICC Men Test Team of the Year)ની જાહેરાત કરી દીધી છે. તેમાં ભારતના 3 ખેલાડીઓ રોહિત શર્મા (Rohit Sharma), રિષભ પંત અને રવિચંદ્રન અશ્વિનને જગ્યા મળી છે. કેન વિલિયમસનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ICCની ટેસ્ટ ટીમમાં ભારત અને પાકિસ્તાનના સૌથી વધારે 3-3 ખેલાડી છે. ત્યારે ન્યૂઝીલેન્ડના બે, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાના 1-1 ખેલાડીઓને જગ્યા મળી છે. ભારતે વર્ષ 2021માં ટેસ્ટમાં કમાલ કર્યો હતો. ભારતે 13 ટેસ્ટ મેચમાંથી 8 મેચ જીતી હતી. માત્ર બે મેચ હારી અને 3 ટાઈ થઈ હતી. તેના પરિણામે ભારતના 3 ખેલાડી ટેસ્ટ ટીમમાં સામેલ છે.

 

ICCની ટેસ્ટ ટીમમાં પાકિસ્તાનના હસન અલી, ફવાદ આલમ અને શાહીન અફરિદી, શ્રીલંકાના દિમુથ કરૂણારત્ને, ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન, ઈંગ્લેન્ડમાંથી જો રૂટને જગ્યા મળી. ત્યારે ન્યૂઝીલેન્ડ તરફથી કેન વિલિયમસન સિવાય કાઈલ જેમીસન ટીમનો ભાગ રહ્યા. પાકિસ્તાને પણ ગયા વર્ષમાં ટેસ્ટમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. ટી20 અને વનડે બાદ ટેસ્ટ ટીમમાં પણ તેનો દબદબો રહ્યો. ત્યારે ભારતની વાત કરીએ તો વર્ષ 2021માં માત્ર ટેસ્ટમાં જ તે બેસ્ટ રહ્યું છે. ટી 20 અને વનડે ટીમમાં એક પણ ખેલાડીને જગ્યા નથી મળી.

ટીમમાં સામેલ ખેલાડીઓ

રોહિત શર્મા
રિષભ પંત
રવિચંદ્રન અશ્વિનકેન વિલિયમસન
કાઈલ જેમીસન
માર્નસ લાબુશેન
જો રૂટ
હસન અલી
ફવાદ આલમ
શાહીન અફરિદી
દિમુથ કરૂણારત્ને

આ પણ વાંચો: Novak Djokovic: રસી વિના કોરોનાનો ઈલાજ શોધવામાં નોવાક જોકોવિચ વ્યસ્ત, ફાર્મા કંપનીમાં કર્યું મોટું રોકાણ

આ પણ વાંચો: IND vs WI: વેસ્ટ ઇન્ડિઝનો ભારત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર! હવે ફક્ત અમદાવાદ અને કોલકાતામાં રમાઇ શકે છે મેચ

Published On - 3:56 pm, Thu, 20 January 22