
T-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારત સાથે રમવાની ના પાડી છે. બંને દેશ વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ગૃપ સ્ટેજ મેચ થવાની હતી. પાકિસ્તાન સરકારે ભારત સામે મેચ રમવા માટે વર્લ્ડ કપની મેચ શરૂ થવાના 5 દિવસ પહેલા જ ના પાડતા ICC લાલઘુમ થયુ છે. પાકિસ્તાન બોર્ડના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં પણ હલચલ મચાવી દીધી છે. આવુ એટલા માટે છે કારણ કે પાકિસ્તાનના આ પગલાથી ICC ને ભારે આર્થિક નુકસાન થશે. ICC ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની મેચ દ્વારા 250 મિલિયન ડૉલર (2200 કરોડ રૂપિયાથી વધુ)ની રેવન્યુ જનરેટ કરે છે. કેટલાક અહેવાલ તો આ રેવન્યુને 3 હજાર કરોડથી પણ વધુ આંકે છે. એવામાં જો હવે આ બંને દેશ વચ્ચે મેચ નથી રમાતી તો તમામ પાર્ટનર્સ તેમજ હિસ્સેદારોને મોટુ આર્થિક નુકસાન ભોગવવુ પડે. પાકિસ્તાનની વર્ષની કમાણી પરથી આ ગણિત સમજીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વાર્ષિક કમાણીની વાત કરીએ તો તે $35-45 મિલિયન ડૉલર એટલે કે 300 થી 400 કરોડ રૂપિયાની આસપાસ છે. જેમા ICC દ્વારા પાકિસ્તાનને મળનારી રેવન્યૂ, PSL ની...
Published On - 6:30 pm, Tue, 3 February 26