5 મહિના બાદ હાર્દિક પંડ્યાની વાપસી, 2027 વર્લ્ડ કપ માટે કોણ બનશે ટીમ ઈન્ડિયાનું ‘બ્રહ્માસ્ત્ર’?

વર્ષ 2023 ના વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારનું દુ:ખ હજુ પણ ખેલાડીઓની સાથે-સાથે ક્રિકેટ ચાહકોના મનમાં તાજું છે. તેથી વર્ષ 2027 ના વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ કોઈપણ પ્રકારની બેદરકારી રાખવા માંગશે નહીં.

5 મહિના બાદ હાર્દિક પંડ્યાની વાપસી, 2027 વર્લ્ડ કપ માટે કોણ બનશે ટીમ ઈન્ડિયાનું ‘બ્રહ્માસ્ત્ર’?
ICC ODI WORLD CUP 2027
Image Credit source: PTI
| Updated on: Sep 01, 2026 | 8:10 AM

ભારતીય ટીમનો અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ છે. એવા અહેવાલ છે કે તે અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં રમી શકે છે. પાંચ મહિના પછી મેદાનમાં વાપસી કરી રહેલા હાર્દિક પંડ્યા સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તે ODI ક્રિકેટમાં તેનું જૂનું ફોર્મમાં રમશે કે નહીં. 2027 નો ODI વર્લ્ડ કપ થોડો સમય જ દૂર છે. પરંતુ ટીમ ઈન્ડિયાએ આફ્રિકામાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે તેની મુખ્ય ટીમ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ ટીમમાં જૂના અનુભવી અને નવા ખેલાડી જોવા મળી શકે છે.

કોઈપણ ટીમને ચેમ્પિયન બનવા માટે સ્ટ્રોંગ ઓલરાઉન્ડર ખેલાડીની જરૂરત હોય છે. ટી20 અને વનડે ફોર્મેટમાં જો હાર્દિક પંડ્યા ફિટ રહે છે તો તેઓ ટીમ ઈન્ડિયાની પ્રથમ પસંદગી રહેશે. આફ્રિકાની ફાસ્ટ અને ઉછાળભરી પિચો પર હાર્દિકની બોલીંગ વિરોધી ટીમોના બેટર્સ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

હાર્દિક પંડ્યા તેની છેલ્લી વન-ડે ક્યારે રમ્યો હતો ?

હાર્દિક પંડ્યાએ પોતાની છેલ્લી વનડે મેચ 2025 ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રમ્યો હતો. હવે તે લગભગ 5 મહિના બાદ (IPL પછી) મેદાન પર પરત દેખાશે. ટીમ મેનેજમેન્ટે તેના વર્કલોડનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેથી તે વર્લ્ડ કપ સુધી સંપૂર્ણપણે ફિટ અને ફ્રેશ રહી શકે.

નિતીશ કુમાર રેડ્ડીની દાવેદારી મજબૂત

જો કોઈ કારણસર વર્લ્ડ કપ દરમિયાન હાર્દિક પંડ્યા ફિટ ન રહી શકે, તો ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર તરીકે નિતીશ કુમાર રેડ્ડી ટીમ ઈન્ડિયાની પસંદગી બની શકે છે. જોકે, તાજેતરના સમયમાં ફિટનેસે તેને પણ પરેશાન કર્યો છે. જાંઘની ઈજાને કારણે તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. નિતીશ અત્યાર સુધી ભારત માટે 6 વનડે મેચ રમી ચૂક્યો છે. જો તે પોતાની ફિટનેસ જાળવી રાખે છે તો 2027 વર્લ્ડ કપ માટે આફ્રિકાની ટિકિટ મેળવવાની તેની દાવેદારી ચોક્કસપણે મજબૂત કરી શકે છે.

વોશિંગ્ટન સુંદર પર રહેશે નજર

વારંવાર ઈજાગ્રસ્ત થવા છતાં વોશિંગ્ટન સુંદરને ભારતના સ્પિન બોલિંગ અને ઓલરાઉન્ડર તરીકે સતત બેકઅપ મળતો રહ્યો છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે હાલમાં ભારત પાસે કોઈ સ્પેશિયાલિસ્ટ ઓફ સ્પિનર નથી. ઉપરાંત સુંદર ડાબા હાથથી બેટિંગ કરે છે. જે અંતિમ ઓવરોમાં ટીમ માટે ઝડપી રન બનાવવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો, વર્લ્ડ કપ 2027 માટે ગૌતમ ગંભીરનો મેગા પ્લાન તૈયાર, શ્રેયસ અય્યરના સ્થાને આ ધુરંધરની થઈ શકે છે ODI ટીમમાં એન્ટ્રી !

Follow Us
Loading...
Unable to load recommendations.