T20 World Cup 2024 : 20 ટીમ, 55 મેચ અને 40 કોમેન્ટર, T20 વર્લ્ડ કપમાં આ દિગ્ગજોના હાથમાં હશે માઈક

આઈસીસીએ આવતા મહિનાથી T20 વર્લ્ડ કપ શરુ થશે. જેને લઈ કોમેન્ટ્રી પેનલની પણ જાહેરાત કરવામાં આવી ચુકી છે. જેમાં ભારતના કેટલાક દિગ્ગજોને પણ સ્થાન મળ્યું છે. એક તો આઈપીએલ 2024માં સંન્યાસ લેનાર ખેલાડી પણ છે.ICC T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આગામી વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન દરમિયાન યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.

T20 World Cup 2024 : 20 ટીમ, 55 મેચ અને 40 કોમેન્ટર, T20 વર્લ્ડ કપમાં આ દિગ્ગજોના હાથમાં હશે માઈક
| Updated on: May 28, 2024 | 9:56 AM

T20 World Cup 2024 : ટી20 વર્લ્ડકપ 2024 શુર થવામાં થોડા જ દિવસો બાકી છે. આવતા મહિનાથી શરુ થનારી આ ટૂર્નામેન્ટ માટે ટીમના સ્કોવોર્ડની પણ જાહેરાત થઈ ચુકી છે. આ સાથે આઈસીસીએ પુરુષોના ટી20 વર્લ્ડકપ 2024ના કોમેન્ટ્રી પેનલની પણ જાહેરાત કરી દીધી છે. હવે ફરી એક વખત કોમેન્ટ્રી બોક્સમાં ચાહકોને પૂર્વ દિગ્ગજ ક્રિકેટરનો અવાજ સાંભળવા મળશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનાર આ વર્લ્ડકપ 1 જૂનથી લઈ 20 જૂન સુધી રમાશે.

દિનેશ કાર્તિક પણ વર્લ્ડકપમાં કરશે કોમેન્ટ્રી

આઈસીસીએ આગામી ટૂર્નામેન્ટ માટે સ્ટાર કોમેન્ટ્રીની પેનલની જાહેરાત થઈ છે. જેમાં ક્રિકેટરના દિગ્ગજો જેવા કે, પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી અને મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ સામેલ છે. ટી20 વર્લ્ડકપ 2 થી 29 જુન સુધી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાલ લેનાર દિનેશ કાર્તિક પણ કોમેન્ટ્રીની પેનલમાં પસંદગી થઈ છે.

 

 

વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પણ સામેલ

દિનેશ કાર્તિક ઉપરાંત ભારતના હર્ષ ભોગલે, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરને પણ કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાની દિગ્ગજ વસીમ અકરમ, વકાર યુનુસ અને રમીજ રાઝા પણ વર્લ્ડકપમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ હશે. અમેરિકાના કોમેન્ટર જેમ્સ ઓ બ્રાયનને પણ સામેલ કરવામાં આવ્યો છે.સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને પણ 40 સભ્યોની કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે. કાર્તિક વર્તમાન IPL સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમી ચૂક્યો છે.

T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટરી પેનલ

દિનેશ કાર્તિક (ભારત), ડેની મોરિસન (ન્યુઝીલેન્ડ), ઈયાન બિશપ (વેસ્ટ ઈન્ડિઝ), હર્ષ ભોગલે (ભારત), રવિ શાસ્ત્રી (ભારત), શોન પોલોક સાઉથ આફ્રિકા), રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) )લિસા સ્થલેકર (ઓસ્ટ્રેલિયા), વસીમ અકરમ (પાકિસ્તાન), અથર અલી ખાન (બાંગ્લાદેશ), રસેલ આર્નોલ્ડ (શ્રીલંકા), માઈક એથર્ટન (ઈંગ્લેન્ડ), સેમ્યુઅલ બદ્રી (વેસ્ટ ઈન્ડિઝ), કાર્લોસ બ્રેથવેઈટ (વેસ્ટ ઈન્ડિઝ), સિમોન ડૌલ સહિત અન્ય કેટલાક દિગ્ગજો પણ કોમેન્ટ્રી પેનલમાં સામેલ છે.

આ પણ વાંચો : CA બન્યા બાદ ક્રિકેટમાં રસ જાગ્યો, KKRને ચેમ્પિયન બનાવવામાં વેંકટેશ અય્યરનો છે મોટો ફાળો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Follow Us