15 રન બનાવતાની સાથે જ રૂટે રચ્યો ‘ઈતિહાસ’, હવે સચિન તેંડુલકરના રેકોર્ડ પર તેની નજર

મેલબોર્નમાં રમાયેલી એશિઝ ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવ્યું. આ જીતમાં ઇંગ્લેન્ડના બોલરોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ખાસ વાત એ છે કે, આ મેચમાં ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે ઇતિહાસ રચ્યો હતો.

15 રન બનાવતાની સાથે જ રૂટે રચ્યો ઈતિહાસ, હવે સચિન તેંડુલકરના રેકોર્ડ પર તેની નજર
| Updated on: Dec 27, 2025 | 9:30 PM

મેલબોર્નમાં રમાયેલી એશિઝ ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે ઇતિહાસ રચ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22,000 રન બનાવનાર પ્રથમ ઇંગ્લેન્ડ બેટ્સમેન બન્યો હતો. જો કે, આ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં તે ફક્ત 15 રન જ બનાવી શક્યો હતો.

કયો રેકોર્ડ બનાવ્યો?

જો રૂટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22,000 રન બનાવનાર વિશ્વનો નવમો બેટ્સમેન બન્યો છે. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22,000 રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકર, કુમાર સંગાકારા, વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ, મહેલા જયવર્ધને, જેક્સ કાલિસ, રાહુલ દ્રવિડ, બ્રાયન લારા અને જો રૂટના નામે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે.

બ્રાયન લારાને પાછળ છોડી દીધો

જો રૂટે 501 ઇનિંગ્સમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22,000 રન પૂરા કર્યા અને તેણે આ મામલે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રાયન લારાને પાછળ છોડી દીધો છે. 22,000 રન સૌથી ઝડપી બનાવનારા બેટ્સમેનોની યાદીમાં જો રૂટ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

સચિન તેંડુલકર બીજા સ્થાને

લારા હવે 511 ઇનિંગ્સમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22,000 રન પૂરા કરનારાની લિસ્ટમાં ચોથા સ્થાને આવી ગયો છે. આ યાદીમાં વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે, તેણે 462 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે સચિન તેંડુલકર બીજા સ્થાને છે, તેણે 493 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

રૂટની કારકિર્દી

જો રૂટની વાત કરીએ તો, તેણે 162 ટેસ્ટ મેચમાં 50.83 ની સરેરાશથી 13,777 રન બનાવ્યા છે. વનડેમાં, રૂટે 186 મેચમાં 7,330 રન બનાવ્યા છે. રૂટે ટી20 ક્રિકેટમાં પણ 893 રન બનાવ્યા છે.

ઇંગ્લિશ બેટ્સમેને અત્યાર સુધીમાં ટેસ્ટમાં 40 સદી અને વનડે ફોર્મેટમાં 19 સદી ફટકારી છે. જો રૂટ પાસે હજુ પણ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાની તક છે. આમ જોવા જઈએ તો, તે આ બાબતમાં સચિન તેંડુલકરને પાછળ છોડી શકે છે.

આ પણ વાંચો: ફક્ત 7 બોલ… અને ઇતિહાસ બદલાઈ જાત! ‘વર્લ્ડ રેકોર્ડ’ તૂટતાં તૂટતાં બચી ગયો, અંગ્રેજ બેટ્સમેનને નસીબે દગો આપ્યો