AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદ્ભુત… એક જ T20 મેચમાં બે વખત તૂટ્યો આ વર્લ્ડ રેકોર્ડ, સાતમી વિકેટની ભાગીદારીમાં થયો કમાલ

ક્રિકેટના મેદાન પર અનેક રેકોર્ડ બનતા અને તૂટતા જોવા મળે છે, પરંતુ એક જ મેચમાં એક જ વર્લ્ડ રેકોર્ડ બે વખત તૂટે તે ભાગ્યે જ જોવા મળે છે. ઝિમ્બાબ્વે અને નામિબિયા વચ્ચેની T20 મેચમાં આવું જ કંઈક બન્યું. બંને ટીમોની સાતમી વિકેટની ભાગીદારીએ એવો રોમાંચ સર્જ્યો કે ક્રિકેટ ચાહકો પણ ચોંકી ગયા.

અદ્ભુત... એક જ T20 મેચમાં બે વખત તૂટ્યો આ વર્લ્ડ રેકોર્ડ, સાતમી વિકેટની ભાગીદારીમાં થયો કમાલ
Zimbabwe vs NamibiaImage Credit source: X
| Updated on: Sep 01, 2026 | 7:41 PM
Share

2027ના ODI વર્લ્ડ કપનું આયોજન કરનારા ત્રણ દેશો – નામિબિયા, ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા હાલમાં T20 શ્રેણી રમી રહ્યા છે. આ ત્રિકોણીય T20 શ્રેણીનો ત્રીજો મુકાબલો ઝિમ્બાબ્વે અને નામિબિયા વચ્ચે 31 ઓગસ્ટના રોજ રમાયો હતો. આ મેચમાં બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો હતો. આ મેચમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાતમી વિકેટની સૌથી મોટી ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ બે વખત તૂટ્યો હતો.

સાતમી વિકેટની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ

ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટે 195 રન બનાવ્યા હતા. ટીમ માટે રાયન બર્લ અને બ્રેડ ઇવાન્સે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ સાતમી વિકેટ માટે અણનમ 94 રનની ભાગીદારી કરી હતી. આ સાથે તેમણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાતમી વિકેટની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

ઝિમ્બાબ્વેની જોડીએ પહેલા વિશ્વ રેકોર્ડ બનાવ્યો

આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડેનિયલ સેમ્સ અને માર્કસ સ્ટોઇનિસના નામે હતો. બંનેએ 2021માં ન્યૂઝીલેન્ડ સામે સાતમી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી. જોકે, ઝિમ્બાબ્વેના રાયન બર્લ અને બ્રેડ ઇવાન્સે 94 રનની ભાગીદારી કરીને આ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

નામિબિયન જોડીએ ફરીથી વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

પરંતુ મેચમાં રેકોર્ડ તૂટવાની કહાની અહીં પૂરી થઈ નહોતી. 196 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નામિબિયાની ટીમે પણ સાતમી વિકેટ માટે શાનદાર ભાગીદારી કરી. ઝેન ગ્રીન અને બુઇસિંગ વોલ્ચેન્કે 110 રન ઉમેરીને ઝિમ્બાબ્વેનો થોડા સમય પહેલાં જ બનેલો વર્લ્ડ રેકોર્ડ ફરી તોડી નાખ્યો હતો.

ઝિમ્બાબ્વેએ નામિબિયાને 5 રનથી હરાવ્યું

નામિબિયાની આ જોડીની શાનદાર ભાગીદારી છતાં ટીમને જીત મળી શકી નહીં. નામિબિયાની ટીમ 20 ઓવરમાં 190 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઝિમ્બાબ્વેએ રોમાંચક મુકાબલો માત્ર 5 રનથી જીતી લીધો હતો. આમ, એક જ T20 મેચમાં સાતમી વિકેટની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ બે વખત તૂટ્યો અને મેચ પણ અંતિમ ઓવર સુધી રોમાંચક રહી.

Breaking New: અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 4 અનફિટ ખેલાડીઓ પણ ટીમમાં સામેલ

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">