ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આજે રાંચીમાં બીજી T20 મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા (Team India) એ આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. બોલિંગમાં આ બદલાવ આવ્યો છે. વાસ્તવમાં, જયપુરમાં સિરીઝની પ્રથમ ટી20 રમનાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) ઈજાના કારણે બીજી ટી20માંથી બહાર છે.
આવી સ્થિતિમાં તેના સ્થાને રોહિતે 11 બોલમાં 5 વિકેટ ઝડપનાર બોલરને તક આપી છે. આ બોલર IPLમાં વિરાટ કોહલી (Virat Kohli) નો મુખ્ય હથિયાર પણ રહ્યો છે. સિરાજની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ બોલરનું નામ હર્ષલ પટેલ (Harshal Patel) છે.
મુંબઇ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL 2021 ની પહેલી જ મેચમાં ઝડપી બોલર હર્ષલ પટેલે અદ્ભુત બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી. આ મેચમાં હર્ષલ પટેલે 27 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ આંકડાઓ દ્વારા તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ટી20 ક્રિકેટમાં આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.
આ ઉપરાંત, તેણે T20 ક્રિકેટમાં પ્રથમ વખત પાંચ વિકેટ લીધી છે. હર્ષલ પટેલ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટ લેનારો પ્રથમ બોલર પણ છે. આઠ વર્ષ બાદ RCBના બોલરે IPLમાં પાંચ વિકેટ ઝડપી છે.
રાંચી T20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં, હર્ષલ પટેલને મોહમ્મદ સિરાજની જગ્યાએ તક મળી છે, જેને પાછલી મેચમાં ડાબા હાથમાં ઈજા થઈ હતી. BCCIની મેડિકલ ટીમ સિરાજની ઈજા પર નજર રાખી રહી છે. હર્ષલ પટેલ પણ રાંચી T20 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે.
🚨 UPDATE: MD Siraj got a web split on his left hand while fielding on his own bowling in the 1st T20I in Jaipur.
The BCCI medical team is closely monitoring his progress.#TeamIndia @Paytm #INDvNZ pic.twitter.com/9h4RnRGfkb
— BCCI (@BCCI) November 19, 2021
ન્યુઝીલેન્ડઃ માર્ટિન ગુપ્ટિલ, ડેરેલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટિમ સેફર્ટ, જિમી નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી (કેપ્ટન), એડમ મિલ્ને, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ
ભારતઃ કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, અક્ષર પટેલ, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ
Published On - 7:21 pm, Fri, 19 November 21