IPL 2022 SRH vs KKR Head to Head: કોલકાતા નાઈટ રાઇડર્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો કેવો છે રેકોર્ડ? જાણો

|

Apr 15, 2022 | 11:14 AM

Sunrisers Hyderabad vs Kolkata Knight Riders: મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને થશે.

IPL 2022 SRH vs KKR Head to Head: કોલકાતા નાઈટ રાઇડર્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો કેવો છે રેકોર્ડ? જાણો
Kolkata Knight Riders પોઈન્ટ ટેબલમાં બીજુ સ્થાન ધરાવે છે.

Follow us on

IPL 2022 માં, શ્રેયસ ઐયર (Shreyas Iyer) ની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) શુક્રવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે ટકરાશે. આ લીગની 25મી મેચ હશે. KKR ટીમ પોતાના નવા કેપ્ટન સાથે સારું પ્રદર્શન કરી રહી છે. બીજી તરફ પ્રથમ બે મેચ હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદે પણ જીતનો માર્ગ પકડી લીધો છે. બંને વચ્ચેની આ મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાશે જ્યાં KKR પાસે ટોચ પર પહોંચવાની તક હશે. બીજી તરફ હૈદરાબાદની ટીમ ટોપ ફોરમાં પહોંચવાનો પ્રયાસ કરશે.

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ હંમેશા હૈદરાબાદ પર ભારે રહી છે. હૈદરાબાદને કેકેઆર સામે છેલ્લી જીત બે સીઝન પહેલા વર્ષ 2019માં મળી હતી. જો કે આ વખતે બદલાયેલી ટીમો સાથે પરિણામમાં પણ ફરક જોવા મળી શકે છે. કેકેઆરની ટીમને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી તરફ હૈદરાબાદની ટીમ જીતની હેટ્રિક પર છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ પર KKR નો દબદબો રહ્યો છે

સનરાઇઝર્સ હૈદરાબાદ 2013 થી લીગનો એક ભાગ છે. ત્યારપછી બંને ટીમો વચ્ચે 21 મેચ રમાઈ છે. આ 21 મેચોમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 14 મેચ જીતી શકી છે જ્યારે સનરાઈઝર્સ માત્ર 7 મેચ જીતી શકી છે. છેલ્લી સિઝનની વાત કરીએ તો છેલ્લી સિઝનમાં બંને ટીમો બે વખત આમને-સામને આવી હતી અને બંને વખત KKR નો વિજય થયો હતો. ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ મેચમાં કેકેઆરનો વિજય થયો હતો, જ્યારે દુબઈમાં રમાયેલી લીગની બીજી મેચમાં તેણે ફરી જીત મેળવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગત વખતે કેકેઆરને આસાન જીત મળી હતી

છેલ્લી વખત બંને ટીમો દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સામસામે આવી હતી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે માત્ર 115 રન બનાવ્યા હતા. તેની તરફથી કેપ્ટન વિલિયમસને 26 અને અબ્દુલ સમદે 25 રન બનાવ્યા હતા. બીજી તરફ કેઆર તરફથી ટિમ સાઉથી, શિવમ માવી અને વરુણે બે-બે વિકેટ લીધી હતી. KKR એ આ લક્ષ્ય બે બોલમાં હાંસલ કરી લીધું હતું. આ મેચમાં શુભમન ગિલે 57 રનની અડધી સદી ફટકારી હતી જ્યારે નીતિશ રાણાએ 25 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે બે વિકેટ ઝડપી હતી. કેકેઆર આ સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે ઈયોન મોર્ગન ટીમના કેપ્ટન નથી પરંતુ અય્યરે પણ આ ટીમને સફળ બનાવવામાં કોઈ કસર છોડી નથી.

 

આ પણ વાંચો : IPL 2022: સંજુ સેમસનની વિકેટ ખેરવવામાં Hardik Pandya એ લાખ્ખો રુપિયાનો નુકશાન પહોંચાડી દીધુ! જુઓ Video

આ પણ વાંચો : IPL 2022: સંજુ સેમસનની વિકેટ ખેરવવામાં Hardik Pandya એ લાખ્ખો રુપિયાનો નુકશાન પહોંચાડી દીધુ! જુઓ Video

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article