Happy Birthday Ben Stokes: જેલમાં ગયા બાદ બેન સ્ટોક્સની વધી કિંમત, હવે રમ્યા વગર બની ગયો ‘ચેમ્પિયન’!

|

Jun 04, 2023 | 4:43 PM

આજે ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનો 32મો જન્મદિવસ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બેન સ્ટોક્સની માંગ ઘણી વધી ગઈ છે. તેની ફેન ફોલોઈંગ પણ ઘણી વધી ગઈ છે. તેની પાછળનું કારણ તેની 3 ખાસ ઇનિંગ્સ છે. હાલના સમયનો તે વિશ્વ ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે.

Happy Birthday Ben Stokes: જેલમાં ગયા બાદ બેન સ્ટોક્સની વધી કિંમત, હવે રમ્યા વગર બની ગયો ચેમ્પિયન!
Ben Stokes's 32nd Birthday

Follow us on

બેન સ્ટોક્સ… એ નામ, જેણે ઈંગ્લેન્ડ એ ક્રિકેટના તમામ ફોર્મેટમાં મોટી ટુર્નામેન્ટમાં જીત અપાવી છે. ટીમ ગમે તે સ્થિતિમાં અટવાઈ ગઈ હોય, ઈંગ્લિશ ઓલરાઉન્ડર સ્ટોક્સ ન માત્ર ટીમને બહાર લાવે છે, પરંતુ જીતવામાં પણ મદદ કરે છે. પછી તે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2019ની ફાઈનલ હોય કે પછી પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ હોય કે પછી 2019ની એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ હોય. સ્ટોક્સે એકલા હાથે ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું.

ઈંગ્લેન્ડને પ્રથમ ODI વર્લ્ડ કપ ટાઈટલ અપાવ્યું

તેણે 2019 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં અણનમ 84 રન બનાવ્યા હતા. આ પછી, તેણે સુપર ઓવરમાં પણ બેટિંગ કરી, જે મેચ ટાઇમાં સમાપ્ત થઈ હતી. ઈંગ્લેન્ડે બાઉન્ડ્રીના આધારે પોતાનું પ્રથમ ODI વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું હતું. આ પછી, ત્રીજી એશિઝ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના 359 રનના લક્ષ્યાંકના જવાબમાં 286 રનમાં 9 વિકેટ પડી જવા છતાં, તે જેક લીચ સાથે છેલ્લી ઘડી સુધી ક્રિઝ પર રહ્યો અને ઈંગ્લેન્ડને 1 વિકેટથી જીત અપાવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચોઃ ડ્યુક બોલથી રમાશે WTC ફાઈનલ, તો પછી ટીમ ઈન્ડિયા કેમ કરી રહી છે અલગ બોલથી પ્રેક્ટિસ? જાણો કારણ

T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું

ગત વર્ષે પણ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં તેણે અણનમ 52 રન ફટકારીને ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું. હારેલી મેચ જીતનાર આ ખેલાડી આજે 32 વર્ષનો થઈ ગયો છે. 4 જૂન 1991ના રોજ જન્મેલા બેન સ્ટોક્સની કિંમત છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વધી ગઈ છે. જેલમાં ગયા પછી પણ તેની માંગ ઓછી થઈ નથી. 2017માં એક નાઈટક્લબ પાસે બે લોકો સાથે ઝઘડવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં પણ જવું પડ્યું હતું.

વિવાદ બાદ વધી માંગ

આમ છતાં IPLમાં તેની ડિમાન્ડ હતી. તે 2018 સિઝનનો સૌથી મોંઘો ખેલાડી હતો. રાજસ્થાન રોયલ્સે તેને 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી, ચેન્નાઈએ તેને IPL 2023 માટે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે ચેન્નાઈ માટે માત્ર 2 મેચ જ રમી શક્યો અને લીગ સ્ટેજ પૂરો થયા બાદ ઈંગ્લેન્ડ પરત ફર્યો હતો. આ પછી ચેન્નાઈએ ટાઈટલ જીત્યું અને સ્ટોક્સ ટીમથી હજારો કિલોમીટર દૂર રહીને અને વધુ મેચ રમ્યા વિના પણ ચેમ્પિયન બની ગયો હતો.

જન્મદિવસના એક દિવસ પહેલા કર્યો કમાલ

આટલું જ નહીં જન્મદિવસના એક દિવસ પહેલા જ સ્ટોક્સ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં બેટિંગ, બોલિંગ અને વિકેટકીપિંગ વિના મેચ જીતનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. તેણે આયર્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. ઇંગ્લેન્ડે એકમાત્ર ટેસ્ટ મેચમાં આયર્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article