
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની હોમ મેચમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ એક ખાસ લવન્ડર જર્સી પહેરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે અને પ્લેઓફ માટેનો મુકાબલો અત્યાર સુધીનો સૌથી રોમાંચક બનવા જઈ રહ્યો છે.
GT અને SRH બંનેના 11 મેચમાં 14 પોઈન્ટ છે. પોઈન્ટ ટેલીમાં SRH બીજા સ્થાને છે જ્યારે ગુજરાત ટાઈટન્સ ત્રીજા સ્થાને છે. જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી જશે અને પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરવાની એકદમ નજીક પહોંચી જશે.
ગુજરાત ટાઈટન્સ એ એક ખાસ લવન્ડર જર્સી પહેરી છે. જેનાથી કેન્સર સામેની તેમની લડાઈ શરૂ રાખી શકે. GT એ આ મેચમાં તેના પ્રિવ્યુમાં લખ્યુ, અમારા માટે આ મેચ માત્ર ક્રિકેટથી ક્યાંય વધુ છે. જ્યારે અમે મંગળવારે 12 મે ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં TATA IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદનો સમનો કરવાની તૈયારી કરી રહ્યા છીએ તો અમે ફરી એકવાર કેન્સર વિરુદ્ધનુી લડાઈનું સમર્થન કરવા માટે અમારી ખાસ લવન્ડર જર્સી પહેરીને મેદાનમં ઉતરશુ. આ સતત ચોથી સિઝન છે જેમા ગુજરાત ટાઈન્સ આ ખાસ લવન્ડર જર્સી પહેરીને રમી રહી છે.
Gujarat Titans કૅન્સર વિશે જાગૃતિ ફેલાવવા, કૅન્સર સામે લડનારાઓનું સન્માન કરવા અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે એકતા દર્શાવવા માટે IPLની એક ખાસ હોમ મેચમાં લવેન્ડર જર્સી પહેરે છે.
12 મે, 2026 સુધીમાં, ટીમ સતત ચોથી સીઝનમાં આ પહેલ દ્વારા કૅન્સર નિવારણ અને વહેલી તકે નિદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી રહી છે.
SRH ના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીત્યો અને GTને પહેલા બેટીંગ કરવા માટે બોલાવી. કમિંસે ટોસ સમયે કહ્યુ, અમે પહેલા બોલિંગ કરીશુ. અમે અહીં પહેલા નથી રમ્યા આથી અમે બોલિંગ દ્વારા પીચ જોશુ અને પછી જે પણ સ્કોર ચેજ કરવાનો થશે એ આશા છે કે થોડો આસાન રહેશે.
શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન , જોસ બટલર (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, નિશાંત સિંધુ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ.
ઈમ્પેક્ટ સબ્સ: પ્રસિદ્ધ કૃષ્ણા, સાંઈ કિશોર, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, ગ્લેન ફિલિપ્સ.
અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકિપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, નીતીશ કુમાર રેડ્ડી, સ્મરણ રવિચંદ્રન, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, એશાન મલિંગા, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગ.
ઈમ્પેક્ટ સબ્સ: ટ્રેવિસ હેડ, લિયામ લિવિંગસ્ટોન, અનિકેત વર્મા, હર્ષલ પટેલ, હર્ષ દુબે.