IPL 2022: ગુજરાત ટાઈટન્સે રોમાંચક જીત મેળવી છતાય હાર્દિક પંડ્યાની પત્નિ નતાશા રડમસ બની ગઈ, જાણો કેમ

|

Apr 28, 2022 | 10:22 AM

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક દરેક મેચમાં તેના પતિ અને ટીમને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચે છે.

IPL 2022: ગુજરાત ટાઈટન્સે રોમાંચક જીત મેળવી છતાય હાર્દિક પંડ્યાની પત્નિ નતાશા રડમસ બની ગઈ, જાણો કેમ
Natasa Stankovaic ઉમરાન મલિકના એ બોલ થી ચિતામાં મુકાઈ ગઇ!

Follow us on

ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી IPL 2022 માં પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. 8 મેચમાં સાત જીત બાદ ગુજરાતના 14 પોઈન્ટ છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મેચ જીતી છે. તેને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) તરફથી એકમાત્ર હાર મળી હતી પરંતુ હવે તેણે તેનો બદલો પણ ચૂકવી દીધો છે. છેલ્લા બોલ પર પહોંચેલી મેચ ગુજરાત ચોક્કસપણે જીતી ગઈ હતી, પરંતુ મેચ દરમિયાન તેમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની પત્ની રડમસ ચહેરા સાથે બેઠેલી જોવા મળી હતી.

નતાશા સ્ટેનકોવિક લગભગ દરેક મેચમાં તેના પતિની ટીમને ચીયર કરવા આવે છે. તે ક્યારેક સ્ટેન્ડમાં ડાન્સ કરતી તો ક્યારેક ટીમને ચીયર કરતી જોવા મળે છે. જોકે, બુધવારે પહેલીવાર નતાશા આટલી ઉદાસ દેખાઈ હતી. આનું કારણ તેનો પતિ હાર્દિક હતો જે મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

ઉમરાનના બોલ પર હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો

શુભમન ગિલના આઉટ થયા બાદ હાર્દિક આઠમી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે હૈદરાબાદનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક બોલિંગ કરી રહ્યો હતો. ઉમરાને પહેલો બોલ હાર્દિકને ફેંક્યો, હાર્દિક બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ બોલ તેના ખભા પર વાગ્યો. આ પછી હાર્દિક દર્દથી કંટાળી ગયો હતો. તેણે એક હાથથી બીજા હાથને પકડીને ફિઝિયોને મેદાનમાં ઉતાર્યો. તેને આ હાલતમાં જોઈને નતાશા પણ દુઃખી થઈ ગઈ. હાર્દિકના ચહેરા પર ચિંતા હતી. આ પછી હાર્દિકે બેટિંગ શરૂ કરી હતી પરંતુ તે માત્ર 10 રન જ બનાવી શક્યો હતો.

'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025

હાર્દિકે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે ફિટનેસ પર ધ્યાન આપવાની જરૂર

ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આ IPL માં શાનદાર જોવા મળી રહ્યો છે. તેની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તે પોતે ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા સ્થાને છે. હાર્દિક પંડ્યા માટે આ IPL ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે લાંબા સમયથી ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને ટીમ ઈન્ડિયાની બહાર છે. આવી સ્થિતિમાં તેમના માટે રન બનાવવા જેટલું જ મહત્ત્વનું છે, તેટલું જ જરૂરી છે ઈજાગ્રસ્ત ન થવું. ટીમમાં વાપસી કરવા માટે તેનું ફિટ હોવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે તે લાંબા સમયથી બોલિંગ કરી રહ્યો ન હતો. જોકે તેણે આ આઈપીએલમાં બોલિંગ પણ કરી છે. તે વર્ષના અંતમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે મજબૂત દાવો રજૂ કરી રહ્યો છે.

 

આ પણ વાંચો : Arvalli: મેશ્વો નદીની ઉનાળામાં જીવંત કરાઈ, શામળાજી નજીક જળાશયમાંથી સુકી ભઠ્ઠ બનેલી નદીમાં પાણી છોડાયુ

આ પણ વાંચો : Arvalli: જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં રાજ્યની ટીમના ધામા, નાયબ નિયામકે કોરોના કાળમાં ભ્રષ્ટાચારને આશંકાએ તપાસ શરુ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 10:22 am, Thu, 28 April 22

Next Article